Patanjali
સદીઓ પહેલા મહાન કવિ તુલસીદાસે ‘શ્રી રામચરિતમાનસ’ લખીને ભગવાન રામના આદર્શો અને તેમની કથાને દરેક ઘરમાં જનસામાન્ય લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું હતું. ૨૧મી સદીમાં, બાબા રામદેવ અને તેમના પતંજલિ આયુર્વેદે સામાન્ય લોકોમાં યોગ, આયુર્વેદ અને આરોગ્ય સંભાળના વિચારો ફેલાવવાનું ઉમદા કામ કર્યું છે.
આજે, ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં, યોગ અને આયુર્વેદનું બીજું નામ એટલે ‘બાબા રામદેવ’ અને ‘પતંજલિ આયુર્વેદ’ છે. વર્ષ 2006 માં, જ્યારે બાબા રામદેવે, આચાર્ય બાલકૃષ્ણ સાથે પતંજલિની શરૂઆત કરી, ત્યારે તેમણે કલ્પના પણ કરી નહીં હોય કે તેઓ ભારતમાં 800 અબજ રૂપિયાના વિશાળ ઉદ્યોગનુ નિર્માણ કરવામાં મદદ કરી રહ્યા છે.
જ્યારે પતંજલિ આયુર્વેદ શરૂ થયું, ત્યારે કંપનીએ ‘દિવ્ય ફાર્મસી’ નામ અને બ્રાન્ડ હેઠળ મુખ્યત્વે આયુર્વેદિક દવાઓ લોન્ચ કરી. આ પછી, પતંજલિ બ્રાન્ડ હેઠળ, કંપનીએ દંત કાંતિથી લઈને શેમ્પૂ અને સાબુ સુધીના રોજબરોજના ઉપયોગમાં લેવાતા ઉત્પાદનો લોન્ચ કર્યા. આમાં, દંત કાંતિ પ્રોડક્ટ, કંપનીના બ્રાન્ડ પ્રોડક્ટ તરીકે ઉભરી આવી.
દંત ક્રાંતિને કારણે ભારતીય બજારમાં ઉપલબ્ધ મલ્ટીનેશનલ કંપનીઓ સહિતની મોટાભાગની ટૂથપેસ્ટનું વેચાણ ઘટવા લાગ્યું અને ઘણી કંપનીઓએ તેમના લોકપ્રિય બ્રાન્ડ્સના ‘આયુર્વેદિક વર્ઝન’ લોન્ચ કરીને બજારમાં નવા ઉત્પાદનો લોન્ચ કરવાની ફરજ પડી. આ રીતે, પતંજલિ ઉત્પાદનોએ લોકોના જીવનમાં આયુર્વેદનો સમાવેશ કરવામાં મદદ કરી અને તેમની જીવનશૈલી બદલી નાખી.
રસોડામાં હાજર મસાલા, અનાજ અને અન્ય વસ્તુઓના સ્વાસ્થ્ય લાભો વિશે ભારતીયોમાં પહેલાથી જ સામાન્ય જાણકારી છે. કોઈપણ સામાન્ય ભારતીય પરિવારમાં તમને દાદીમાના ઉપાયોનું પુસ્તક સરળતાથી મળી જશે. પતંજલિએ આયુર્વેદના આ સિદ્ધાંતો લોકોમાં ફેલાવ્યા. લોકોને ખાતરી આપી કે તેમની કંપનીના ઉત્પાદનો શુદ્ધ રીતે બનાવવામાં આવી રહ્યા છે. બાબા રામદેવ પણ વીડિયો દ્વારા લોકોને કંપનીની ફેક્ટરીમાં લઈ ગયા અને આનાથી પતંજલિ લોકોની પસંદગી બની.