Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ભારતનો વિકાસ દર ઘટ્યાનો મૂડીસનો દાવો મૂડીસ દ્વારા ભારતીય અર્થતંત્રની પ્રસંશા, બીએએ૩ રેટિંગ જાળવ્યું
    India

    ભારતનો વિકાસ દર ઘટ્યાનો મૂડીસનો દાવો મૂડીસ દ્વારા ભારતીય અર્થતંત્રની પ્રસંશા, બીએએ૩ રેટિંગ જાળવ્યું

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને તેને વિશ્વ બેંકથી લઈને આઈએમએફસુધીની તમામ રેટિંગ એજન્સીઓએ સ્વીકારી છે. હવે વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીસતરફથી પણ ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર આવ્યા છે. મૂડીસએ ભારતીય અર્થતંત્રની પ્રશંસા કરતા બીએએ૩ રેટિંગ જાળવી રાખ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ દર ઘટ્યો છે.

    લાંબા સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે જ્યાં યુરોપના ઘણા દેશોની અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં છે, ત્યાં ભારત શાનદાર વિકાસ દર સાથે આગળ વધી રહ્યું છે. મૂડીસઇન્વેસ્ટર્સ સર્વિસે ગઈકાલે જાહેર કરેલા તેના અહેવાલમાં ભારતીય અર્થતંત્રમાં વિશ્વાસ જાળવી રાખીને ભારતનું રેટિંગ અને આઉટલુક યથાવત રાખ્યો છે. મૂડીસના મતે ભારતીય અર્થવ્યવસ્થા આ ગતિએ આગળ વધતી રહેશે. આ સાથે રેટિંગ એજન્સીએ ભારતના લાંબા ગાળાના સ્થાનિક અને વિદેશી ચલણ રેટિંગ તેમજ સ્થાનિક-ચલણ સિનિયર અસુરક્ષિત રેટિંગ બીએએ૩ પર જાળવી રાખ્યું છે. આ ઉપરાંત ભારતના ટૂંકા ગાળાનું સ્થાનિક ચલણ રેટિંગ પણ ઁ-૩ પર સ્થિર રાખવામાં આવ્યું છે.

    ભારત પરનો રેટિંગ એજન્સી મૂડીસનો આ વિશ્વાસ પુષ્ટિ કરે છે કે દેશની અર્થવ્યવસ્થા સાચા ટ્રેક પર છે. જાે કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઝડપી ગતિએ આગળ વધવા છતાં છેલ્લા ૭થી ૧૦ વર્ષમાં ભારતના સંભવિત વિકાસ દરમાં ઘટાડો થયો છે. મૂડીસએ પણ ભારત પર વધી રહેલા દેવા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે તેનાથી દેશની અર્થવ્યવસ્થા પર અસર પડી રહી છે. પરંતુ તેની સાથે મૂડીસએ કહ્યું છે કે ઉચ્ચ ય્ડ્ઢઁ વૃદ્ધિને કારણે આવકનું સ્તર પણ વધી રહ્યું છે અને આર્થિક સ્થિરતા જાેવા મળી રહી છે. મૂડીસનો અહેવાલ જણાવે છે કે બીએએ૩ રેટિંગ અને સ્થિર આઉટલૂકમાં નાગરિક સમાજ અને રાજકીય અસંમતિમાં ઘટાડો પણ સામેલ છે, જે સ્થાનિક રાજકીય જાેખમોને કારણે વધુ વકરી છે. એજન્સીએ આશા વ્યક્ત કરી છે કે ઓછામાં ઓછા ૨ વર્ષ સુધી ભારત તમામ જી-૨૦ દેશો કરતાં વધુ વૃદ્ધિ દર હાંસલ કરશે. તેનું મુખ્ય કારણ સ્થાનિક માંગમાં વધારો છે. આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર આ ઝડપી વૃદ્ધિ દરને કારણે ઓછી આવકમાં વધારો થશે, જે આર્થિક મજબૂતી તરફ દોરી જશે. મૂડીસઅનુસાર હવે ભારતનો વિકાસ દર ૬ ટકાથી ૬.૫ ટકા રહી શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      SBIમાં AI અને ટેક્નોલોજીના નિષ્ણાતો માટે ભરતી! જાણો લાયકાત, વયમર્યાદા અને અરજી કરવાની રીત

      October 21, 2026

      રાહુલ ગાંધીની વિદ્યાર્થીઓ સાથે મુલાકાત, વિયેતનામ પ્રવાસના દાવા વચ્ચે રાજકીય ગરમાવો

      October 21, 2026

      સંસદમાં સીમાંકન મુદ્દે ફરી રાજકીય ઘમાસાણ, જયરામ રમેશે ભાજપને પૂછ્યા ત્રણ સવાલ

      October 20, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.