Investments
નાઈટ ફ્રેન્કના અહેવાલમાં જણાવાયું છે કે 23 ટકા ‘શ્રીમંત યુવા ભારતીયો’ શેરને તેમનું પ્રાથમિક રોકાણ માને છે, ત્યારબાદ 22 ટકા રોકડ અને 21 ટકા મિલકતનો સમાવેશ થાય છે. આ વલણ વૈશ્વિક સ્તરે પણ સમાન છે, જ્યાં આગામી પેઢીના 22 ટકા HNWI એ તેમના પ્રાથમિક રોકાણ તરીકે સ્ટોક પસંદ કર્યા છે, ત્યારબાદ મિલકત અને રોકડનો ક્રમ આવે છે.
ક્રિપ્ટોકરન્સી અને ડિજિટલ એસેટ્સને મર્યાદિત પસંદગી મળી છે, જેમાં માત્ર 5 ટકા ભારતીય HNWI તેમને મુખ્ય રોકાણ વિકલ્પ તરીકે માને છે. વૈશ્વિક સ્તરે, આ આંકડો 9 ટકાથી થોડો વધારે છે. આ બોન્ડમાં ભારતમાં ૮ ટકા શ્રીમંત યુવાનોએ રસ દાખવ્યો છે, જ્યારે વિશ્વભરમાં આ પ્રમાણ ૬.૫ ટકા છે.
નાઈટ ફ્રેન્ક રિપોર્ટ દર્શાવે છે કે ક્રિપ્ટોકરન્સી, વેન્ચર કેપિટલ અને આર્ટ જેવા વૈકલ્પિક રોકાણોની વધતી જતી લોકપ્રિયતા છતાં, યુવા પેઢી હજુ પણ પરંપરાગત સંપત્તિઓને પસંદ કરે છે. શેર, મિલકત અને રોકડ બધા આવક જૂથોમાં સૌથી લોકપ્રિય રોકાણ વિકલ્પો છે.
આ અહેવાલમાં લિંગના આધારે રોકાણના વિકલ્પો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. વૈશ્વિક સ્તરે, પુરુષો શેરોમાં રોકાણ પસંદ કરે છે, જ્યારે સ્ત્રીઓ મિલકત અને રોકડ રોકાણો તરફ ઝુકાવ ધરાવે છે. જોકે, ભારતમાં આગામી પેઢીના શ્રીમંત વ્યક્તિઓમાં પુરુષો અને સ્ત્રીઓ બંને અન્ય સંપત્તિ વર્ગો કરતાં શેરોને પસંદ કરે છે.