Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિના કાર્યકાળની ઘટનાનો કેસ ટ્રમ્પને ઝેરી પત્ર મોકલવાના કેસમાં કેનેડિયન મહિલાને ૨૨ વર્ષની જેલ
    WORLD

    અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિના કાર્યકાળની ઘટનાનો કેસ ટ્રમ્પને ઝેરી પત્ર મોકલવાના કેસમાં કેનેડિયન મહિલાને ૨૨ વર્ષની જેલ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 18, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના કાર્યકાળ દરમિયાન ઝેરીલો પત્ર (રિસિન એટલે સાયનાઇડ કરતાં વધુ શક્તિશાળી ઝેરવાળો) મોકલવાના કેસમાં ૫૬ વર્ષની કેનેડિયન મહિલાને કોર્ટે સજા ફટકારી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર જિલ્લા ન્યાયાધીશ ડબ્ની ફ્રેડરિકે ૫૬ વર્ષીય પાસ્કેલ ફેરિયરને ૨૨ વર્ષની જેલની સજા ફટકારી છે. તેની સજા પૂરી થયા બાદ તેને યુએસમાંથી દેશનિકાલ કરવામાં આવશે. ન્યાયાધીશ ફ્રેડરિકે મહિલાને કહ્યું હતું કે તેની આ હરકત સમાજ માટે ઘાતક અને નુકસાનકારક છે.
    મીડિયા રિપોર્ટ્‌સ કહે છે કે પાસ્કેલ ફેરિયર પાસે ફ્રાન્સ અને કેનેડાની બેવડી નાગરિકતા ધરાવે છે.

    ફેરિયરે કોર્ટને કહ્યું હતું કે તે પોતે દિલગીર છે કે તેની આ યોજના નિષ્ફળ ગઈ હતી. તે પોતાની જાતને એક સમાજિક કાર્યકર તરીકે જુએ છે, પોતે આતંકવાદી નહીં. ફેરિયરની સપ્ટેમ્બર ૨૦૨૦ માં બફેલો, ન્યૂ યોર્કમાં સરહદ પાર કરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. તેણી પાસે બંદૂક, ચાકુ અને દારૂગોળો હતો.૨૦૧૪માં મિસિસિપીના એક માણસને તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને અન્ય અધિકારીઓને રિસિન-લેસ્ડ પત્રો મોકલવા બદલ ૨૫ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત પર 100% અમેરિકી ટેરિફનું જોખમ? ટ્રમ્પના નિર્ણય પર દુનિયાની નજર, ભારત-અમેરિકા સંબંધોની કસોટી

      October 16, 2026

      ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લગાવશે? અમેરિકાના નિર્ણયથી ભારતીય વેપાર અને નોકરીઓ પર સંકટ!

      October 16, 2026

      વૈશ્વિક ઓઈલ સંકટ અને વધતી કિંમતો પાછળના અસલી કારણો: ટ્રમ્પનો દાવો

      October 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.