Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»PM Modiની ભલામણ ગુજરાત સરકારે ઠેબે ચડાવી: USPC ટેક્નોલોજીથી સજ્જ એકેય સોલાર પંપ લગાવાયો નહીં
    India

    PM Modiની ભલામણ ગુજરાત સરકારે ઠેબે ચડાવી: USPC ટેક્નોલોજીથી સજ્જ એકેય સોલાર પંપ લગાવાયો નહીં

    SatyadayBy SatyadayMarch 4, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    PM Modi

    એક બાજુ સૌર ઊર્જામાં ગુજરાત અગ્રેસર છે, તેવી ડીંગો હાંકવામાં આવે છે. બીજી બાજુ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં યુનિવર્સલ સોલાર પંપ કંટ્રોલર ટેક્નોલોજીથી સજ્જ સોલાર પંપ લગાવવા ભલામણ કરી હતી. તેમ છતાંય ગુજરાતમાં આ ટેક્નોલોજીથી સજ્જ એકેય સોલાર પંપ લગાવવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકારની પોલિસીમાં ઉલ્લેખ કરાયો છે કે, ખેડૂતોની આવક બમણી થાય તે માટે સોલાર પંપની આ ટેક્નોલોજી ઉપયોગી છે. ગુજરાતમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરાતો નથી જેથી લાખો કરોડોનો નુકશાન થઈ રહ્યુ છે. Advantage Assam 2.0

    પીએમ કુસુમ યોજનાની પોલિસી

    કેન્દ્ર સરકારની પીએમ કુસુમ બી અને કુસુમ સી યોજના અંતર્ગત ખેડૂતોને સોલાર પંપ આપવામાં આવે છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સબસીડી પણ આપે છે. પીએમ કુસુમ યોજનાની પોલિસી મુજબ, સોલાર પંપમાં સોલાર કંટ્રોલર સામાન્ય રીતે 150 દિવસ સુધી મોટર ચલાવી શકે છે. પરંતુ યુએસપીસી ટેક્નોલોજીથી સજ્જ સોલાર કંટ્રોલર 320 દિવસ સુધી મોટર ચલાવવા સક્ષમ છે.

    ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ મુદ્દો ઊઠાવતા જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં એવુ તો શું થયુ છે કે, આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવતો નથી. વર્ષ 2019થી આજ દીન સુધી ગુજરાતમાં યુએસપીસી ટેક્નોલોજી વાળો એકેય સોલાર પંપ લગાવાયો નથી. કેન્દ્ર સરકાર યુપીએસી ટેક્નોલોજી વાળા સોલાર પંપને ખેડૂતોની બમણી આવક કરવાનું પ્રતિક ગણે છે, પરંતુ ગુજરાતમાં ખેડૂતોને લેટેસ્ટ સોલાર પંપ માટે કોઈ વિકલ્પ જ અપાતો નથી.’

    યુનિવર્સલ સોલાર પંપ કંટ્રોલર ટેકનોલોજીથી સોલર પંપની મોટર પાણી ખેચે છે, એટલુ જ નહીં, કોલ્ડ સ્ટોરેજ,ડીપ ફ્રીજર પણ ચાલે છે. 150 દિવસ જ નહીં, પણ 320 દિવસ ચાલે તેવુ સક્ષમ છે. ખેતરમાં મકાન હોય તો એક કંટ્રોલરમાં કામ થઈ શકે છે. આ ઉપરાંત થ્રી અને સિંગલ ફેજ બંને ફેજનો ઉપયોગ કરી શકાય છે. નિર્મલ સોલર પંપ કરતાં યુનિવર્સલ સોલર પંપ કંટ્રોલર ઘણી રીતે ઉપયોગી છે.

     

     

    pm modi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Satyaday
    • Website

    Related Posts

    સુપ્રીમ કોર્ટમાં CEC જ્ઞાનેશ કુમાર સામેની અરજીઓ પર સુનાવણી

    October 5, 2026

    મમતા બેનર્જીનું અલ્ટીમેટમ: પક્ષ છોડીને ગયેલા નેતાઓને પરત આવવા માટે ૧૫ દિવસની ડેડલાઇન

    October 5, 2026

    સત્યાગ્રહ મંચ: દેશભરના છૂટાછવાયા આંદોલનોને એકજૂથ કરવાનો રાહુલ ગાંધીનો નવો પ્રયાસ

    October 3, 2026
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.