Gold-Silver Price Today
Gold-Silver Price Today: સોનાં-ચાંદીના ભાવોમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ છે. શુક્રવારે સોના અને ચાંદીના ભાવ ઘટ્યા હતા. આજે રવિવાર હોવાથી બજાર બંધ રહેશે, એટલે આજનો ભાવ શુક્રવાર જેવો જ રહેશે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન 24 કેરેટ (999) સોનાનો ભાવ ₹85,056 છે, જ્યારે 23 કેરેટ (995) સોનાનો ભાવ ₹84,715 પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ (916) સોનાનો ભાવ ₹77,911 છે, 18 કેરેટ (750) સોનાનો ભાવ ₹63,792 છે અને 14 કેરેટ (585) સોનાનો ભાવ ₹49,758 છે. 24 કેરેટ (999) ચાંદીનો ભાવ ₹93,480 પ્રતિ કિલો છે.

શહેરવાર સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ)
| શહેર | 22 કેરેટ | 24 કેરેટ | 18 કેરેટ |
|---|---|---|---|
| ચેન્નઈ | ₹80,710 | ₹88,050 | ₹66,410 |
| મુંબઈ | ₹80,710 | ₹89,050 | ₹66,040 |
| દિલ્હી | ₹80,860 | ₹88,200 | ₹66,160 |
| કોલકાતા | ₹80,710 | ₹88,050 | ₹66,040 |
| અમદાવાદ | ₹80,760 | ₹88,100 | ₹66,080 |
