જો તમે લાઈવ વિડીયોને સુરક્ષિત રાખવા માંગતા હોવ તો તમારે તેને ડાઉનલોડ કરીને રાખવો પડશે. કંપનીના આ પગલાનો ઉદ્દેશ્ય શરૂઆતના થોડા અઠવાડિયામાં લાઇવ વીડિયોના વ્યૂઝને શક્ય તેટલો વધારવાનો છે. લોકો તમારો વીડિયો ડિલીટ થાય તે પહેલાં તેને સમયસર જોઈ શકશે
કંપનીનું કહેવું છે કે લાઈવ વિડીયો વ્યૂ મોટાભાગે શરૂઆતના થોડા અઠવાડિયા માટે જ આવે છે, ત્યારબાદ વિડીયો પર વ્યૂઝ આવવાનું બંધ થઈ જાય છે.આ વાતને ધ્યાનમાં રાખીને, કંપનીએ હવે તેની નીતિમાં કેટલાક ફેરફારો કર્યા છે, જે હેઠળ ફેસબુક પર લાઇવ વીડિયો કેટલા સમય સુધી સ્ટોર કરવામાં આવશે તે અંગેના નિયમમાં ફેરફાર કરવામાં આવશે.
ફેસબુક લાઈવ વિડીયો ડાઉનલોડ કરવા માટે, પહેલા તમારી ફેસબુક પ્રોફાઇલ ખોલો. હવે ત્રણ ડોટ આઇકોન પર ક્લિક કરો. આ પછી હવે Activity Log પર ક્લિક કરો.
અહીં તમને લાઈવ વિડીયો વિભાગ દેખાશે. 30 દિવસ પછી દૂર થાય તે પહેલાં તમે જે લાઇવ વિડિઓ ડાઉનલોડ કરવા માંગો છો તેના પર જાઓ. હવે તેની બાજુમાં દેખાતા ત્રણ ડોટ આઇકોન પર ક્લિક કરો. અહીં તમને ઉપર ડાઉનલોડ વિકલ્પ દેખાશે. ડાઉનલોડ પર ક્લિક કરીને તમે તેને તમારા ઉપકરણ પર લાઇવ ડાઉનલોડ કરી શકશો.