Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»લકી ચાર્મ સાબિત થઈ દ્રિશા આચાર્ય સની દેઓલે ફિલ્મ ગદર-૨ની સફળતાનો શ્રેય વહુને આપ્યો
    Entertainment

    લકી ચાર્મ સાબિત થઈ દ્રિશા આચાર્ય સની દેઓલે ફિલ્મ ગદર-૨ની સફળતાનો શ્રેય વહુને આપ્યો

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 17, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અનિલ શર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ ‘ગદર ૨’ની વાત કરીએ તો, ૨૦૦૧ની બ્લોકબસ્ટર ‘ગદરઃ એક પ્રેમ કથા’ની સીક્વલ છે, જેમાં સની દેઓલ ફરી એકવાર તારા સિંહના અવતારમાં છે, જ્યારે અમિષા સકીનાની ભૂમિકામાં છે. આ સિવાય ઉત્કર્ષ શર્મા, સિમરત કૌર અને મનીષા વાધવા પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મે બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી છે અને શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ બાદ ૨૦૨૩ની ઓપનરમાં બીજું સ્થાન મેળવવામાં સફળ રહી છે.સની દેઓલ માટે આ વર્ષ ઘણું સારું સાબિત થયું. તેના ઘરમાં બેક-ટુ-બેક ખુશીઓ આવી છે. એક તો પિતા ધર્મેન્દ્રની કમબેક ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’ હિટ ગઈ તો પોતાની ફિલ્મ ‘ગદર ૨’ બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ૧૧ ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મે અત્યારસુધીમાં ૨૩૦ કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ ફિલ્મના તમામ શો સતત પાંચમા દિવસે હાઉસફુલ જઈ રહ્યા છે. આ ફિલ્મમાં સની દેઓલની સાથે અમિષા પટેલ પણ છે, જાે કે ફેન્સ સંપૂર્ણ શ્રેય ‘તારા સિંહ’ને આપી રહ્યા છે. તો તેઓ આ ફિલ્મની સફળતા માટે પોતે નહીં પરંતુ વહુ દ્રિષા આચાર્યને કારણભૂત ગણાવી રહ્યા છે.

    સની દેઓલના દીકરા કરણ દેઓલના લગ્ન ૧૮ જૂનના રોજ મુંબઈમાં રીતિ-રિવાજ સાથે થયા હતા. આ લગ્નમાં દેઓલ પરિવારના તમામ સભ્યો સામેલ થયા હતા. શત્રુઘ્ન સિન્હા, જેકી શ્રોફ, સલમાન ખાન, આમિર ખાનથી લઈને રણવીર સિંબ સુધીના સેલેબ્સે નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. જાે કે, હેમા માલિની તેમજ તેમની બે દીકરીઓ- ઈશા દેઓલ અને અહાના દેઓલ આ ખુશીમાં સામેલ થયા નહોતા. ભૂતકાળને છોડીએ અને વર્તમાનની વાત કરીએ તો, મીડિયા રિપોર્ટ્‌સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સની દેઓલે ફિલ્મ ‘ગદર ૨’ માટે સફળતાનો શ્રેય વહુને આપ્યો છે. દેઓલ પરિવારના એક નજીકના સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે, એક્ટરનું માનવું છે કે દીકરા કરણ દેઓલની પત્ની અને ‘ઘરની લક્ષ્મી’ દ્રિશા તેમના માટે લકી ચાર્મ સાબિત થઈ છે.
    હાલમાં જ સની દેઓલ અને બોબી દેઓલ કદાચ પહેલીવાર પોતાની સાવકી બહેન ઈશા દેઓલ અને અહાના દેઓલ સાથે જાેવા મળ્યા હતા. ચારેય ભાઈ-બહેને મીડિયા સામે પોઝ પણ આપ્યા હતા. વાત એમ હતી કે, ઈશા દેઓલે પોતાના ઘરે ‘ગદર ૨’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું હતું. આ માટે પરિવારના દરેક સભ્યો ભેગા થયા હતા. તેઓ એકબીજાને જે રીતે મળી રહ્યા હતા અને ભેટી રહ્યા હતા તે જાેઈને સ્પષ્ટ થતું હતું કે, તેમના સંબંધો પરસ્પર સારા છે. જાે કે, પહેલા તેઓ સાથે જાેવા મળ્યા નહોતા.

    વર્ક ફ્રંટની વાત કરીએ તો, ‘ગદર ૨’ બાદ સની દેઓલ હવે ભાઈ બોબી દેઓલ અને પિતા સાથે ફિલ્મ ‘અપને’ની સીક્વલમાં દેખાશે. આ સિવાય તેની પાસે સંજય દત્ત, જેકી શ્રોફ અને મિથુન ચક્રવર્તી સ્ટારર ફિલ્મ ‘બાપ’ પણ છે. તેઓ ફિલ્મ ‘ચીયર્સઃ સેલિબ્રેટ લાઈફ’ પ્રોડ્યૂસ કરી રહ્યા છે. જેમાં ધર્મેન્દ્ર અને બોબી દેઓલ છે. આ ફિલ્મ મલયાલમ ફિલ્મ ‘જાેશેફ’નું હિંદી વર્ઝન હોવાનું કહેવાય રહ્યું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.