Delhi Airport
આગામી દિવસોમાં દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGIA) થી મુસાફરી મોંઘી થઈ શકે છે. એરપોર્ટ ઓપરેટર DIAL એ 1 એપ્રિલ, 2024 થી માર્ચ 2029 ના સમયગાળા માટે ચોથા ટેરિફ નિયંત્રણ સમયગાળા હેઠળ નવી ટેરિફ સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો છે. ઇકોનોમી અને બિઝનેસ ક્લાસના મુસાફરો માટે અલગ અલગ યુઝર ડેવલપમેન્ટ ફી (UDF) લાદવાની ભલામણ કરવામાં આવી છે.
- ઇકોનોમી ક્લાસના મુસાફરોએ ટેક-ઓફ પર ₹430 થી ₹810 અને લેન્ડિંગ પર ₹150 થી ₹280 ચૂકવવા પડશે.
- બિઝનેસ ક્લાસના મુસાફરો માટે, ચાર્જ ₹860 થી ₹1,620 (ટેકઓફ) અને ₹300 થી ₹570 (લેન્ડિંગ) ની વચ્ચે રહેશે.
- સૌથી વધુ ફી પહેલા બે વર્ષ (૨૦૨૫-૨૬ અને ૨૦૨૬-૨૭) માં લાગુ પડશે, જે છેલ્લા બે વર્ષ (૨૦૨૭-૨૮ અને ૨૦૨૮-૨૯) માં ઘટાડવામાં આવશે.
DIAL એ આ દરખાસ્ત એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી (AERA) ને સુપરત કરી છે. જો તેને મંજૂરી મળી જાય, તો દિલ્હી એરપોર્ટથી મુસાફરી મોંઘી થઈ શકે છે, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય અને પીક અવર ફ્લાઇટ્સ માટે.