IPO
નાગપુર સ્થિત ક્લીન-ટેક કંપની, રાઇટ વોટર સોલ્યુશન્સ ઇન્ડિયા, ટૂંક સમયમાં તેનો IPO લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપનીએ સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) પણ ફાઇલ કર્યું છે. આ IPOનું કુલ ઇશ્યૂ કદ રૂ. 745 કરોડ હશે, જેમાં ફ્રેશ ઇશ્યૂ અને ઓફર-ફોર-સેલ (OFS) બંનેનો સમાવેશ થાય છે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં જળ ટેકનોલોજી સોલ્યુશન્સ, સૌર કૃષિ અને ઇન્ટરનેટ-ઓફ-થિંગ્સ (IoT) જેવી સેવાઓ દ્વારા ટકાઉપણું પ્રોત્સાહન આપવાનો છે.
આ IPO હેઠળ, ₹300 કરોડની નવી ઇક્વિટી જારી કરવામાં આવશે, જ્યારે ₹445 કરોડની ઓફર-ફોર-સેલ (OFS) હશે, જેમાં પ્રમોટર્સ અને અન્ય રોકાણકારો તેમના શેર વેચશે. કંપની માટે મુખ્ય બુક-રનિંગ લીડ મેનેજર્સ જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને એક્સિસ કેપિટલ લિમિટેડ હશે, જ્યારે બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટ્રાર તરીકે કાર્ય કરશે. કંપની આ IPOમાંથી એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ મુખ્યત્વે કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ પ્રવૃત્તિઓ માટે કરશે.