નાના બાળકોને બગીચમાં વિવિધ ગેમ રમવી ખુબ જ ગમે છે. ખાસ કરીને હિંસતા ખાવાનું હોય કે પછી લપચવાનું હોય. જાે કે, આવી એક્ટિવીટી ક્યારેક જાેખમી પણ સાબિત થયા છે. આવી જ દુર્ઘટનાનો શિકાર બન્યો છે ગોંડલનો બાળક. રાજકોટ જિલ્લાના ગોંડલના એસ.આર.પી. સામે બગીચામાં હીંચકામાંથી પટકાતા પાંચ વર્ષના માસુમ બાળકનું કરૂણ મોત થતા અરેરાટી મચી ગઈ છે.
આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર ગઈકાલે સાંજે છ વાગ્યાની આસપાસ બગીચામાં હીંચકા ખાવા ગયો હતો. હીંચકા ખાતા સમયે નિચે પટકાંતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.બનાવની જાણ થતાં દોડી આવેલ પરીવારજનોએ બાળકને પ્રથમ ગોંડલ અને ત્યાર બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જાે કે, બાળકને બચાવી શકાયો ન હતો અને સારવાર દરમિયાન કરૂણ મોત નિપજયું હતું.