Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»વર્લ્ડ કપ પહેલાં ઈંગ્લેન્ડની ટીમ માટે મોટા સમાચાર ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી
    Cricket

    વર્લ્ડ કપ પહેલાં ઈંગ્લેન્ડની ટીમ માટે મોટા સમાચાર ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 16, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ક્રિકેટ જગતથી એક ખુબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમથી આવ્યા છે. ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે. બેન સ્ટોક્સે વર્લ્ડ કપ પહેલા આ મોટો ર્નિણય લીધો છે અને ઈંગ્લેન્ડની ટીમે તેને ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ રમવા માટે ટીમમાં સામેલ કર્યો છે.

    ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ માટે ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં સ્ટોક્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ને ધ્યાનમાં રાખીને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે સ્ટોક્સને સંન્યાસ ન લેવાની અપીલ કરી હતી અને આ ઓલરાઉન્ડરે તેનો સ્વીકાર કર્યો હતો. સ્ટોક્સે ૨૬ જુલાઈ, ૨૦૨૨ના રોજ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ વર્ષે ભારતમાં વર્લ્ડ કપ યોજાવાનો છે અને સ્ટોક્સનો અનુભવ આ ટીમ માટે ઉપયોગી થશે. સ્ટોક્સે વર્લ્ડ કપમાં રમવા માટે ૈંઁન્માં નહીં રમવાનો ર્નિણય લીધો છે. તે ૈંઁન્ ૨૦૨૪માં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી નહીં રમે.

    બેન સ્ટોક્સ એક શ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. તેણે ૧૦૫ વનડેમાં ૩૯ની એવરેજથી ૨૯૨૪ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૩ સદી અને ૨૧ ફિફ્ટી ફટકારી છે. આ સાથે જ તેના નામે ૭૪ વિકેટ પણ છે. તેણે એક વખત ઇનિંગ્સમાં પાંચ વિકેટ પણ લીધી છે. આ સિવાય સ્ટોક્સની ફિલ્ડિંગ પણ અદભૂત છે. સ્ટોક્સે વર્ષ ૨૦૧૯માં ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતાડવામાં મદદ કરી હતી અને હવે ઈંગ્લેન્ડને ૨૦૨૩ના વર્લ્ડ કપમાં પણ તેની પાસેથી આ જ પ્રદર્શનની અપેક્ષા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Ind vs SL Women’s Tri Series Final: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત ક્રિકેટના મેદાન પર ચેમ્પિયન બનવા ઉતરશે, ફાઇનલમાં શ્રીલંકા સાથે ટક્કર

    May 10, 2025

    PAK એ બોલાવી પરમાણુ હથિયાર અંગે નિર્ણય લેનારી ઓથોરિટીની બેઠક

    May 10, 2025

    Lahore Blast Today: ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનમાં હવે ડ્રોન હુમલાઓ, લાહોર 3 વિસ્ફોટોથી હચમચી ગયું

    May 8, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.