Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»એક અમેરિકન સૈનિક ઉત્તર કોરિયા પહોંચી ગયો યુએસમાં ભેદભાવથી પરેશાન શખ્સ ઉ. કોરિયામાં ઘૂસી ગયો
    WORLD

    એક અમેરિકન સૈનિક ઉત્તર કોરિયા પહોંચી ગયો યુએસમાં ભેદભાવથી પરેશાન શખ્સ ઉ. કોરિયામાં ઘૂસી ગયો

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 16, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હાલના દિવસોમાં એક અમેરિકન સૈનિક ઉત્તર કોરિયા પહોંચી ગયો છે. આ જાણકારી ઉત્તર કોરિયાએ જ આપી છે. ટ્રેવિસ કિંગ નામના આ સૈનિક અંગે ઉત્તર કોરિયાએ કહ્યું કે તે ગયા મહિને ગેરકાયદેસર રીતે તે તેમના દેશમાં પ્રવેશ્યો હતો. ઉત્તર કોરિયાએ તો ત્યાં સુધી કહ્યું કે કિંગ અમેરિકન સમાજમાં થઈ રહેલા ભેદભાવથી પરેશાન હતો, જેના કારણે તે સરહદ પાર કરીને ઉ.કોરિયામાં આવ્યો હતો.
    જાે કે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે વિશ્વમાં ‘નરક’ ગણાતા ઉત્તર કોરિયામાં પ્રવેશવા પાછળ ટ્રેવિસ કિંગનો હેતુ શું હતો? અમેરિકન સૈનિક ૧૮ જુલાઈના રોજ કોરિયાના સરહદી ગામની મુલાકાત લેવા ગયો હતો. આ દરમિયાન તે સરહદ પાર કરીને ઉત્તર કોરિયામાં પ્રવેશ્યો હતો. હાલમાં તે ઉત્તર કોરિયાની કસ્ટડીમાં છે.

    ટ્રેવિસ કિંગ પાંચ વર્ષમાં ઉત્તર કોરિયામાં નજરકેદ થનાર પ્રથમ અમેરિકન નાગરિક છે. ઉત્તર કોરિયાની સત્તાવાર એજન્સી કેસીએનએનું કહેવું છે કે અમેરિકન સૈનિક ટ્રેવિસ કિંગની પૂછપરછ કરવામાં આવી છે. તેણે જણાવ્યું હતું કે તે અમેરિકી સેનામાં તે અમાનવીય દુર્વ્યવહાર અને વંશીય ભેદભાવથી પરેશાન થઈ ગયો હતો. આ કારણે તેણે ઉત્તર કોરિયામાં પ્રવેશ કરવાનો ર્નિણય કર્યો. કિંગ ઉત્તર કોરિયા અથવા કોઈ ત્રીજા દેશમાં શરણ લેવા માંગે છે. અમેરિકન સમાજની અસમાનતાથી તે ખૂબ જ દુઃખી છે.

    અહેવાલ મુજબ, કેસીએનએએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે હાલમાં ટ્રેવિસ કિંગને કોરિયન પીપલ્સ આર્મીની દેખરેખમાં છે. આ મામલાની તપાસ પણ ચાલી રહી છે. ખરેખર, કેસીએનએ ઉત્તર કોરિયાની તાનાશાહી સરકારનો પ્રચાર કરે છે. સામાન્ય રીતે તે સરકારના એજન્ડા હેઠળ અમેરિકા સંબંધિત સમાચાર પ્રકાશિત કરે છે. તેથી જ તેના શબ્દો પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.
    અમેરિકી સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે અમે કિંગના નિવેદનોની પુષ્ટી કરી શક્યા નથી.અત્યારે અમેરિકી સૈનિકને ઉત્તર કોરિયામાંથી સુરક્ષિત બહાર લાવવા પર ફોકસ છે. પેન્ટાગોનના પ્રવક્તાએ કહ્યું કે સરકાર કિંગને ઘરે લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત પર 100% અમેરિકી ટેરિફનું જોખમ? ટ્રમ્પના નિર્ણય પર દુનિયાની નજર, ભારત-અમેરિકા સંબંધોની કસોટી

      October 16, 2026

      ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લગાવશે? અમેરિકાના નિર્ણયથી ભારતીય વેપાર અને નોકરીઓ પર સંકટ!

      October 16, 2026

      વૈશ્વિક ઓઈલ સંકટ અને વધતી કિંમતો પાછળના અસલી કારણો: ટ્રમ્પનો દાવો

      October 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.