Income tax Bill
New Income Tax Bill: આવતા અઠવાડિયે સંસદમાં એક નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે, જે જૂના આવકવેરા કાયદા, 1961નું સ્થાન લેશે. આ બિલનો ઉદ્દેશ્ય આવકવેરા પ્રક્રિયાને સરળ બનાવવાનો અને તેને વધુ ડિજિટલ બનાવવાનો છે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતી વખતે આ મોટા ફેરફારની જાહેરાત કરી હતી. આ નવા બિલમાં કયા મહત્વપૂર્ણ ફેરફારો થઈ શકે છે.
નાણામંત્રીએ કહ્યું કે નવું આવકવેરા બિલ આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે. આ બિલ 63 વર્ષ જૂના આવકવેરા કાયદા 1961નું સ્થાન લેશે. આ બિલનો ઉદ્દેશ્ય કરદાતાઓ માટે પ્રક્રિયાને સરળ બનાવવા અને કાનૂની વિવાદો ઘટાડવાનો છે.
નવા કાયદામાં ફેરફારો સરળ ભાષામાં રજૂ કરવામાં આવશે, જેનાથી કરદાતાઓ માટે તેને સમજવા અને તેનું પાલન કરવામાં સરળતા રહેશે. આ ઉપરાંત, આ કાયદામાં ડિજિટલ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવામાં આવશે, જેના કારણે કર ચુકવણી સંપૂર્ણપણે ઓનલાઈન થઈ જશે.