Bank Holiday
આજે સોમવાર, 3 ફેબ્રુઆરી 2025 છે. સામાન્ય રીતે સોમવારે બેંકો ખુલ્લી રહે છે, પરંતુ આજે વસંત પંચમી અને સરસ્વતી પૂજા હોવાથી ઘણા લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે શું આ તહેવાર પર બેંકો બંધ રહેશે?
વસંત પંચમી અને સરસ્વતી પૂજાના અવસરે માત્ર ત્રિપુરા રાજ્યમાં બેંકો બંધ રહેશે. ત્રિપુરામાં આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે, જ્યાં વિદ્યા અને જ્ઞાનની દેવી માતા સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. અન્ય રાજ્યોમાં બેંકો નિયમિત રીતે ખુલ્લી રહેશે.
સપ્તાહિક બેંક હોલિડે (રવિવાર અને શનિવાર)
તારીખ | દિવસ | ટાઈપ |
---|---|---|
2 ફેબ્રુઆરી | રવિવાર | સપ્તાહિક રજા |
8 ફેબ્રુઆરી | શનિવાર | બીજું શનિવાર |
9 ફેબ્રુઆરી | રવિવાર | સપ્તાહિક રજા |
16 ફેબ્રુઆરી | રવિવાર | સપ્તાહિક રજા |
22 ફેબ્રુઆરી | શનિવાર | ચોથું શનિવાર |
23 ફેબ્રુઆરી | રવિવાર | સપ્તાહિક રજા |
તેથી, ત્રિપુરા સિવાય અન્ય રાજ્યોમાં બેંકો આજે ખુલ્લી રહેશે, અને બેંક સંબંધિત કામકાજ યથાવત્ ચાલુ રહેશે.