Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»નાસાની વર્ષ ૨૦૨૪ સંદર્ભે ચેતવણી વર્ષ ૨૦૨૪માં વધુ ગરમી પડશે, અનેક મોત થઈ શકે
    WORLD

    નાસાની વર્ષ ૨૦૨૪ સંદર્ભે ચેતવણી વર્ષ ૨૦૨૪માં વધુ ગરમી પડશે, અનેક મોત થઈ શકે

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 16, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમેરિકીના અવકાશ એજન્સી નાસાએ આગામી વર્ષ ૨૦૨૪માં ભયંકર સ્થિતિ સર્જાવાની ચિંતા વ્યક્ત કરવાની સાથે વિશ્વભરના લોકોને ચેતવણી આપી છે. નાસાએ સત્તાવાર પુષ્ટિ કરતા કહ્યું કે, વર્ષ ૧૮૮૦ બાદ આ વર્ષનો જુલાઈ મહિનો સૌથી ગરમ મહિનો રહ્યો હતો. નાસાએ ચેતવણી આપતા કહ્યું કે, આગામી વર્ષે ૨૦૨૪માં વધુ ગરમી પડશે, જેનો સામનો કરવા આપણે અત્યારથી જ કરવી પડશે. જાે તૈયારી કરવામાં નહીં આવે તો ઘણા લોકોના મોત થઈ શકે છે.

    હાલના સમયમાં વિશ્વભરના વિવિધ સ્થળોએ ઘણા પ્રકારની કુદરતીઓ આપત્તિઓ સર્જાઈ છે, જેના કારણે ધરતીને તાવ આવી ગયો છે અને તાપમાન વધતું જઈ રહ્યું છે. નાસાના પ્રમુખ બિલ નેલ્સને કહ્યું કે, નાસાના ડેટા મુજબ આ વર્ષે અબજાે લોકોએ ભયંકર ગરમીનો સામનો કર્યો છે, જુલાઈ મહિનો સૌથી ગરમ મહિનો નોંધાયો છે. તેમણે કહ્યું કે, અમેરિકા હોય કે અન્ય કોઈ દેશ… તમામ દેશો જળવાયુ સંકટ સામે ઝઝુમી રહ્યા છે. તમામ લોકોએ આ સંકટનું વિજ્ઞાન સમજવું પડશે… નહીં તો ધરતી રહેવા લાયક નહીં બચે… આપણે ખુદની સાથે પૃથ્વી અને પર્યાવરણને પણ બચાવવું પડશે… આ વર્ષે ૩ જુલાઈથી લઈને ૭ ઓગસ્ટ સુધી સતત ૩૬ દિવસ અસહ્ય ગરમી પડી છે. તાપમાનનો પારો ઊંચો રહ્યો છે.

    વાતાવરણમાં ફેલાઈ રહેલો કાર્બન ઉત્સર્જન તેમજ અલ-નીનોની અસરના કારણે વિશ્વભરમાં ગરમી વધી ગઈ છે. અમેરિકાથી લઈને ચીન સુધી… કોઈપણ વિસ્તાર ઠંડો નથી… સામાન્યથી ઉપર તાપમાન જતું રહ્યું છે.
    ચીનમાં ગરમીના કારણે અસંખ્ય લોકોના મોત થયા છે. ગરમીના કારણે કેનેડા, રશિયા, યુરોપ, આફ્રિકા અને હવાઈ ટાપુઓના જંગલોમાં આગ લાગી… વાવાઝોડું આવ્યું… અમેરિકા, મધ્ય-પૂર્વ, એશિયા અને યૂરોપમાં ચોમાસાનું વાવાઝોડું અને વરસાદથી પૂરની સ્થિતિ જાેવા મળી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Prediction 2025:1 જુલાઈ 2025: સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગ – વૈશ્વિક અને માનસિક ઊથલ-પૂથલનો સંકેત?

    June 30, 2025

    International Yoga Day: સમગ્ર ભારતે યોગનો ઉત્સવ ઉજવ્યો, સૈન્યથી સમુદાય સુધી યોગની એકતા

    June 21, 2025

    Iran Israel War: જો ઈરાન યુદ્ધ હારે તો શું અમેરિકા તેના પર કબજો કરશે? એક વિશ્લેષણ

    June 20, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.