Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»લોકોએ કહ્યું ફિલ્મ હિટ થતાં જ આવી ગયું ઘમંડ ફરી એકવાર ફેન્સ પર અકળાયા સની દેઓલ
    Entertainment

    લોકોએ કહ્યું ફિલ્મ હિટ થતાં જ આવી ગયું ઘમંડ ફરી એકવાર ફેન્સ પર અકળાયા સની દેઓલ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 16, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સની દેઓલ હાલ ફિલ્મ ‘ગદર ૨’ના કારણે ખૂબ ચર્ચામાં છે. ૨૨ વર્ષ બાદ આ ‘ગદર’ની સીક્વલ રિલીઝ થઈ છે અને ફેન્સ તારા સિંહના દિવાના થઈ ગયા છે. દેશભરમાં આ ફિલ્મ કમાલ કરી રહી છે. ફિલ્મે રિલીઝના ત્રણ જ દિવસમાં ૧૩૫ કરોડ રૂપિયાની કમાણી કરી દીધી છે. ફિલ્મ રિલીઝ થઈ એ પહેલા સની દેઓલ લોકો સામે હાથ જાેડીને ઊભા રહેતા હતા અને ફિલ્મ જાેવા આવવાની વિનંતી કરતા હતા. પરંતુ ફિલ્મનો જાદુ બોક્સઓફિસ પર ચાલતાં જ સની પાજીના તેવર બદલાયા છે. પહેલા તેઓ એરપોર્ટ પર ફેન ઉપર ગુસ્સે થયા હતા અને હવે કેટલીક મહિલાઓને ચૂપ કરાવતા જાેવા મળ્યા હતા. ૧૧ ઓગસ્ટે સની દેઓલની ફિલ્મ ‘ગદર ૨’ રિલીઝ થઈ. આ જ દિવસે એક વિડીયો પણ વાયરલ થયો હતો. જેમાં સની દેઓલ ટોપી, પેન્ટ-શર્ટમાં એરપોર્ટ પર જાેવા મળ્યા હતા. એ વખતે એક ફેને તેમની સાથે સેલ્ફી લેવાની કોશિશ કરી હતી. ત્યારે તેઓ ચીડાઈ ગયા હતા. દોડીને ફોટો લેવા આવેલા ફેનને સનીએ કહ્યું હતું કે, ‘લઈ લેને ફોટો.’ તેમનું આ વલણ જાેયા બાદ લોકોએ તેમને ઘમંડી કહ્યા હતા. હવે સનીનો બીજાે એક વિડીયો વાયરલ થયો છે. સોમવારે બપોરે સની દેઓલ મુંબઈમાં જાેવા મળ્યા હતા.

    કેઝ્‌યુઅલ લૂકમાં એક બિલ્ડિંગમાંથી નીકળી રહેલા સની દેઓલ પાસે કેટલીક મહિલાઓ ફોટો લેવા આવવાની કોશિશ કરે છે અને તેમને સ્પર્શવાનો પ્રયાસ કરે છે. જે બાદ સની મોં પર આંગળી મૂકીને તેમને ચૂપ રહેવાનો અને દૂર ખસવાનો ઈશારો કરે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર આવતાં જ સની દેઓલની ટીકા થઈ હતી. સની દેઓલનું આ વલણ જાેઈને એક યૂઝરે લખ્યું, “ત્રણ જ દિવસમાં આટલું ઘમંડ. એક શાહરૂખ-સલમાન છે જે મૂવી હિટ થયા પછી ફેન્સની વચ્ચે રહે છે અને ટશન નથી દેખાડતા.” બીજા યૂઝરે લખ્યું, “મહિલાઓએ આ રીતે સ્પર્શ નહોતું કરવા જેવું. જાે કોઈ અજાણી વ્યક્તિએ મારી સાથે આવું કર્યું હોત તો મારી પણ આવી જ પ્રતિક્રિયા હોત.” વધુ એક યૂઝરે લખ્યું, “આમની ફિલ્મ બ્લોકબસ્ટર કેવી રીતે થઈ. ફિલ્મમાં હિન્દુસ્તાન ઝિંદાબાદ કહે છે અને આ મહિલાએ હાથ લગાવ્યો તો દૂર નાસી ગયો.” બીજા એક યૂઝરે લખ્યું, “હિન્દી એક્ટર્સ આટલા અભિમાની કેમ હોય છે?” “ગરીબ સાથે એક ફોટો પડાવ્યો હોત તો શું ખાટું-મોળું થઈ જાત”, તેમ વધુ એક યૂઝરે લખ્યું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.