Paytm
પેટીએમ શેરમાં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. રોકાણ સંશોધન ફર્મ મૈક્વેરીએ Paytmનો લક્ષ્ય ભાવ 325 રૂપિયાથી વધારીને 730 રૂપિયા કર્યો છે. આ ફેરફાર Paytmના ત્રીજા ક્વાર્ટરના પરિણામો પછી આવ્યો છે. Paytmએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 1,828 કરોડની ઓપરેટિંગ આવક કરી છે. પાછલા ક્વાર્ટરની સરખામણીમાં આ આવકમાં 10 ટકાનો વધારો છે.
કંપનીનું નેટ લોસ પણ ઘટીને રૂ. 208કરોડ થયું છે. જે પાછલા ક્વાર્ટરમાં 442 કરોડ રૂપિયા હતુ. મૈક્વેરીએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે પેટીએમના પરિણામો તેના અંદાજ કરતાં વધુ સારા છે. કંપનીની આવકમાં વધારો અને ખર્ચમાં ઘટાડો થવાને કારણે આ શક્ય બન્યું છે. પેટીએમના શેરમાં રોકાણ કરનારાઓ માટે આ સારા સમાચાર છે. કંપનીના પરિણામોમાં સુધારો અને મૈક્વેરીના લક્ષ્ય ભાવમાં વધારો થવાથી શેરમાં વધારો થઈ શકે છે.
Paytmએ પોતાના વ્યવસાયને સુધારવા માટે અનેક પગલાં લીધાં છે. કંપનીએ તેના મુખ્ય વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
આ ઉપરાંત, કંપનીએ પેપે જાપાનમાં પોતાનો હિસ્સો વેચીને 2,372 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. ફેબ્રુઆરી 2024 માં, મૈક્વેરીએ Paytm પર એક રિપોર્ટ બહાર પાડ્યો. આમાં કંપનીના અસ્તિત્વ પર પ્રશ્નો ઉભા થયા હતા. તે સમયે, મેક્વેરીએ નાણાકીય વર્ષ 25 ની આવકનો અંદાજ રૂ. 42.2 બિલિયન રાખ્યો હતો. તે હવે વધારીને રૂ. 66.8 અબજ કરવામાં આવ્યું છે.
Paytmના બ્રાન્ડ અંગે મૈક્વેરીના અગાઉના અંદાજ ખોટા સાબિત થયા છે. ઓક્ટોબર 2024 માં, Paytmને નવા UPI વપરાશકર્તાઓને ઓનબોર્ડ કરવા માટે RBI તરફથી મંજૂરી મળી ગઈ છે. તેના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં પણ વધારો થયો છે. મૈક્વેરીએ હવે Paytmના લક્ષ્ય ભાવમાં વધારો કરતા તેના શેર ભાવમાં ઉછાળો થઈ શકે છે આમ Paytmના રોકાણકારોને લાભ થવાની સંભાવના દેખાઈ રહી છે.