એક તરફ જ્યાં સની દેઓલની ગદર ૨ બોક્સ ઓફિસ પર સુનામી લઈને આવી છે, તો બીજી તરફ અક્ષય કુમારની ‘ઓહ માય ગોડ ૨’ પણ ધૂમ મચાવી રહી છે. બંને ફિલ્મો એક સાથે ૧૧ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. OMG 2′ એ ત્રણ દિવસમાં જ ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે, જ્યારે OMG 2′ એ ત્રણ દિવસમાં ૪૩.૧૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. અક્ષય કુમાર ફિલ્મને મળેલા પ્રતિસાદથી ઘણો ખુશ છે. તેઓએ તાજેતરમાં ર્ંસ્ય્ ૨ ની સફળતાની ઉજવણી કરી અને સમગ્ર કાસ્ટ અને ક્રૂ માટે ડિનર પાર્ટી આપી. ઓહ માય ગોડ ૨ને ૨૭ કટ પછી છ સર્ટિફિકેટ મળ્યું છે. તેમ છતાં લોકો આ ફિલ્મને પસંદ કરી રહ્યા છે. ‘ઓહ માય ગોડ ૨’ની વાર્તા ભગવાન શિવના ભક્ત કાંતિ શરણ મુદગલ અને તેના પુત્ર વિશે છે, જે ખોટી કંપનીમાં ફસાઈ જાય છે. તેનો એક વીડિયો વાયરલ થયો છે, જેના કારણે ઘણી બદનામી થઈ રહી છે.
‘OMG 2 સેક્સ એજ્યુકેશનની થીમ પર આધારિત છે, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે. OMG 2 ની સફળતાથી ખુશ અક્ષય કુમારે ફિલ્મની સમગ્ર ટીમ માટે ડિનર પાર્ટી આપી હતી. બધાએ સાથે મળીને ખૂબ જ મસ્તી કરી અને તસવીરો પડાવી. આ ડિનર પાર્ટીની એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તસવીરમાં યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી પણ જાેવા મળે છે. અક્ષય કુમારની છેલ્લી સાત ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ કમાલ કરી શકી નથી. ઘણા સમયથી તે એક જાેરદાર હિટ ફિલ્મની શોધમાં હતો, જે હવે OMG 2’ના રૂપમાં પૂર્ણ થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે, ઓહ માય ગોડ ૨નું બજેટ ૧૫૦ કરોડ રૂપિયા છે. આ ફિલ્મને અમિત રાયે ડિરેક્ટ કરી છે. આમાં પવન મલ્હોત્રા, અરૂણ ગોવિલ, ગોવિંદ નામદેવ અને બ્રિજેન્દ્ર કાલા જેવા કલાકાર છે.