રબ સે સોણા ઈશ્ક અને રાધાક્રિષ્ના જેવી સીરિયલોમાં કામ કરી ચૂકેલા એક્ટર કરણ મલ્હોત્રાના ડિવોર્સ થઈ ગયા છે અને હાલ તે સિંગલ છે. કરણના ૨૦૧૪માં દિલ્હીની ઈન્ટિરિયર ડિઝાઈનર આકાંક્ષા ઢીંગરા સાથે અરેન્જ મેરેજ થયા હતા. કરણ અને આકાંક્ષા છેલ્લા પાંચ વર્ષથી અલગ રહે છે. જાેકે, કપલના ડિવોર્સ મે મહિનામાં મંજૂર થયા છે. ડિવોર્સ વિશે વાત કરતાં કરણે અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને જણાવ્યું, અમારી વચ્ચે સુમેળ નહોતો સધાઈ રહ્યો. કેટલીક સમસ્યાઓ હતી, ઝઘડો નહોતો પણ અમે એકમત નહોતા થઈ શકતા. અમારો સંબંધ ચાલતો નહોતો એટલે અમને લાગ્યું કે ખેંચવા કરતાં અંત લાવી દેવો યોગ્ય રહેશે. હજી ૩-૪ મહિના પહેલા જ ડિવોર્સ થયા છે. અગાઉ પત્નીથી અલગ થવા વિશે વાત કેમ ના કરી તેવો સવાલ કરતાં કરણે કહ્યું, હું ખૂબ ઉદાસ હતો. ડિવોર્સ લેવા માટે કોઈ લગ્ન નથી કરતું. મારા લગ્ન તૂટવાના કારણે હું થોડા મહિના સુધી ડિપ્રેશનમાં હતો.
” જાેકે, કરણે બંને વચ્ચે તિરાડ પડવાનું કારણ નથી જણાવ્યું. તેણે ભૂતકાળને ભૂલીને આગળ વધવાનું નક્કી કર્યું છે. કરણે કહ્યું, “હું હવે આગળ વધી ગયો છું અને એ વિશે વાત કરવા નથી માગતો. ડિવોર્સ મંજૂર થવામાં લાંબો સમય કેમ લાગ્યો એ વિશે વાત કરતાં કરણે કહ્યું, કોર્ટ કેસ હોય એટલે પ્રક્રિયા લાંબી થઈ જતી હોય છે. અમારા પરિવારોમાં આમાં સંકળાયેલા હતા. તેમણે પણ અમારા ર્નિણયનું માન રાખ્યું. અમે અમારો સંબંધ પરસ્પર સમજૂતી અને હકારાત્મકતા સાથે પૂરો કર્યો છે. આ બધી બાબતોના લીધે જ સમય લાગ્યો.” ડિવોર્સ પછી કરણ અને આકાંક્ષાના સંબંધો સુમેળભર્યા છે. તેણે કહ્યું, “અમે બંને એકબીજા સાથે વાત કરીએ છીએ. અમે દુશ્મન નથી બની ગયા. હું હવે એ તબક્કામાંથી નીકળી ગયો છું અને ખુશ છું.