Cancer
Cancer: કૃત્રિમ બુદ્ધિ (AI) આધુનિક દવાના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહી છે. ઓરેકલના સીઈઓ લેરી એલિસને તાજેતરમાં એઆઈની ક્ષમતાઓ વિશે એક મોટો દાવો કર્યો છે. તેમના મતે, AI કેન્સર જેવા જીવલેણ રોગોને શોધી કાઢવા, રસી તૈયાર કરવા અને માત્ર 48 કલાકમાં દર્દીઓ સુધી પહોંચાડવા સક્ષમ છે. આ દાવો માત્ર વિજ્ઞાનની નવી શક્યતાઓ જ નહીં પરંતુ કેન્સર જેવા જટિલ રોગ સામે લડવાની આશા પણ જગાડે છે.
આ પછી, AI દર્દીની રોગપ્રતિકારક શક્તિ અને કેન્સરના પ્રકારને સમજશે અને તેના માટે કસ્ટમાઇઝ્ડ રસી તૈયાર કરશે. આ રસી દર્દીની જરૂરિયાતો અને કેન્સરની પ્રકૃતિ અનુસાર બનાવવામાં આવશે.
એલિસનના મતે, એકવાર કેન્સર મળી આવે પછી, AI mRNA ટેકનોલોજીનો ઉપયોગ કરીને લગભગ 48 કલાકમાં રસી બનાવી શકે છે.આ રસી રોબોટિક ટેકનોલોજી અને AI ના સહયોગથી ડિઝાઇન કરવામાં આવશે, જે પ્રક્રિયાને ઝડપી અને સચોટ બનાવશે. તેમણે આ ટેકનોલોજીને દવાના ક્ષેત્રમાં એક મોટું પગલું ગણાવ્યું.