Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»ટ્રોફી સાથે મળ્યું ૨૫ લાખનું ઈનામ Bigg Boss OTT 2 નો વિજેતા બન્યો એલ્વિશ યાદવ
    Entertainment

    ટ્રોફી સાથે મળ્યું ૨૫ લાખનું ઈનામ Bigg Boss OTT 2 નો વિજેતા બન્યો એલ્વિશ યાદવ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 16, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બગ બોસ ઓટીટીમાં જે ઘડીઓ ગણાઈ રહી હતી તે આવી ગઈ. ૧૪ ઓગસ્ટની રાત્રે શોનું ગ્રાન્ડ ફિનાલે યોજાયું. જેમાં રાવ સાહેબ એટલે કે એલ્વિશ યાદવ વિજેતા બન્યો છે. એલ્વિશ યાદવને ‘બિગ બોસ ઓટીટી ૨’ની ટ્રોફી ઉપરાંત ૨૫ લાખ રૂપિયા કેશ પ્રાઈઝ મળી છે. અભિષેક મલ્હન ફર્સ્ટ રનર-અપ રહ્યો છે જ્યારે મનીષા રાની સેકડન્ડ રનર-અપ રહી છે. એલ્વિશ યાદવે ‘બિગ બોસ ઓટીટી ૨’ જીતીને ઈતિહાસ રચ્યો છે. ‘બિગ બોસ’ના ૧૬-૧૭ વર્ષના ઈતિહાસમાં ક્યારેય એવું નથી થયું કે, કોઈ વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ શો જીત્યો હોય. પરંતુ આ વખતે આવું બન્યું છે. એલ્વિશ યાદવે ‘બિગ બોસ ઓટીટી ૨’ના ઘરમાં આવીને ઘરવાળાની સાથે શોની સિસ્ટમને પણ હલાવી નાખી હતી. એલ્વિશ યાદવે પોતાના વન લાઈનર, ગેમ પ્લાન અને રણનીતિથી શો જીતી લીધો છે. શોમાંથી બહાર આવ્યા બાદ એલ્વિશ યાદવે ‘બિગ બોસ ૧૭’ અને આગળના પ્લાન વિશે વાત કરી છે.

    તેણે કહ્યું કે, તે ૧૭મી સીઝનનો ભાગ નહીં બને પરંતુ ભવિષ્યમાં ચોક્કસથી તેનો ભાગ બનીશ. મીડિયા સાથે વાત કરતી વખતે એલ્વિશને પૂછવામાં આવ્યું કે, શું તે ‘બિગ બોસ ૧૭’નો ભાગ બનશે? જવાબ આપતાં તેણે કહ્યું, “આ વખતે તો નહીં જઉં કારણકે હું ઘણાં દિવસ મારા ઘરથી દૂર રહ્યો છું. પરંતુ ભવિષ્યમાં તક મળશે તો ચોક્કસ જઈશ. બિગ બોસ ઓટીટી ૨’ ૧૭ જૂને શરૂ થયું હતું. શોમાં અભિષેક અને મનીષા રાની ઉપરાંત જેદ હદીદ, પૂજા ભટ્ટ, જિયા શંકર, બેબિકા ધુર્વે, સાઈરસ બ્રોચા, આંકાક્ષા પુરી, અવિનાશ સચદેવ, પલક પુરસ્વાની અને આલિયા સિદ્દીકી જેવા કન્ટેસ્ટન્ટ્‌સ હતા. જાેકે, થોડા અઠવાડિયા પછી એલ્વિશ યાદવની વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી થઈ અને ઘરની સિસ્ટમ બદલી નાખી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.