Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»નવા જ લૂકમાં દેખાઈ દીપિકા પાદુકોણ રિતિક રોશનની ફાઈટરનું મોશન પોસ્ટર રિલીઝ
    Entertainment

    નવા જ લૂકમાં દેખાઈ દીપિકા પાદુકોણ રિતિક રોશનની ફાઈટરનું મોશન પોસ્ટર રિલીઝ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 16, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    એક્ટર રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર ટૂંક સમયમાં સિદ્ધાર્થ આનંદની ફાઇટરમાં સાથે જાેવા મળશે. જાેકે આ ફિલ્મ વર્ષ ૨૦૨૪માં રિલીઝ થશે. પરંતુ, તે પહેલા ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસે તેની ટીમે ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. જેમાં ત્રણેય કલાકારો એરફોર્સ ઓફિસર તરીકે જાેવા મળે છે. બોલિવૂડ એક્ટર રિતિક રોશનની ફિલ્મ ફાઈટરનો લુક અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું છે કે, ‘હેશટેગ સ્પિરિટ ઓફ ફાઈટર. વંદે માતરમ. આ ફિલ્મ વિશ્વભરમાં રિલીઝ થશે. જાે તમને યાદ હોય તો ‘પઠાણ’ પણ મેકર્સ દ્વારા ૨૫ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ રિલીઝ કરવામાં આવી હતી અને તે વર્ષની બ્લોકબસ્ટર મૂવીઝની યાદીમાં સામેલ હતી. ફાઈટર ફિલ્મ પણ ૨૫ જાન્યુઆરીએ ૨૦૨૪માં રિલીઝ થશે. ડિરેક્ટર સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, દીપિકા પણ ‘ફાઇટર’માં એરફોર્સ ઓફિસરની ભૂમિકા ભજવી રહી છે.

    તે એરફોર્સના સ્પેશિયલ યુનિટનો ભાગ છે અને તે રિયાલિટી પર આધારિત છે. જેમાં તે જે પાત્ર ભજવી રહી છે તે દર્શકોએ તેને પહેલા પડદા પર જાેયું નથી. આમાં તેની ભૂમિકા સાવ અલગ છે. જ્યારે તમે અનિલ કપૂર અને રિતિક રોશનને આ પહેલા આવા અવતારમાં કદાચ જ જાેયા હશે. સિદ્ધાર્થ આનંદ અગાઉ વૉર અને પઠાણ જેવી સુપરહિટ ફિલ્મો કરી ચૂક્યો છે અને હવે તે નિર્માતા તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે તેની પ્રોડક્શન કંપની માર્ફ્લિક્સ હેઠળ નિર્માતા તરીકે પણ ડેબ્યૂ કરી રહ્યો છે. તેણે ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે આ ફિલ્મ તેના માટે ડ્રીમ પ્રોજેક્ટ છે. આ ભારતની પ્રથમ એરિયલ એક્શન ડ્રામા ફિલ્મ હશે. આ ફિલ્મનું શૂટિંગ દુનિયાના અલગ-અલગ ભાગોમાં કરવામાં આવ્યું છે. તેના દ્વારા નિર્માતાઓ સશસ્ત્ર દળોના શહીદ જવાનોને પણ શ્રદ્ધાંજલિ આપશે. ફાઈટરમાં રિતિક રોશન સાથે દીપિકા પાદુકોણ પણ લીડ રોલમાં જાેવા આવશે. આ ઉપરાંત અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર પણ મહત્વના રોલમાં છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.