Gold Price Today
સોમવાર, 27 જાન્યુઆરીના રોજ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. સોનાના ભાવમાં છેલ્લા ઘણા સમયથી સતત વધારા બાદ આજે થોડો ઘટાડો થયો છે. વૈશ્વિક બજારોમાં નબળાઈની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી છે. 24 કેરેટ સોનું તેની શુદ્ધતા અને ગુણવત્તા માટે જાણીતું છે. તે જ સમયે, 22 કેરેટ સોનું તેની મજબૂતાઈને કારણે ઝવેરીઓની પહેલી પસંદગી રહે છે.
ત્યારે આજે સોમવારે, મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 82,400 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 75,500 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. ગયા અઠવાડિયે સોનું તેના રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગયું હતું.
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 રૂપિયા ઘટીને 82,5600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 75,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો. મુંબઈમાં, 24 કેરેટ સોનાનો ભાવ 82,410 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 75,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.
જ્યારે ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 75,610 રૂપિયા છે. 24 કેરેટ સોનાની કિંમત 82,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
સોમવારે ચાંદીનો ભાવ 100 રૂપિયા ઘટીને 97,400 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. નબળી સ્થાનિક માંગને કારણે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. જો આપણે આ સમય પર નજર કરીએ તો, હાલમાં, સવારે 10:39 વાગ્યા સુધી ચાંદીનો આંતરરાષ્ટ્રીય ભાવ $30.31 છે. આમાં $0.34 નો ઘટાડો જોવા મળે છે. આ લગભગ 1.13 ટકાનો ઘટાડો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ સવારે 10:39 વાગ્યા સુધી $2,756.65 છે. આમાં $16.28 નો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ લગભગ 0.59 ટકાનો ઘટાડો છે.