Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»ભારતીય ક્રિકેટ ટીમનો વેસ્ટઈન્ડિઝ સામે ટી૨૦ શ્રેણીમાં ૩-૨થી પરાજય ટી૨૦ સિરીઝમાં શુભમન ગિલ સૌથી વધુ વખત સિંગલ ડિજિટમાં આઉટ થનારો પ્રથમ ભારતીય
    Cricket

    ભારતીય ક્રિકેટ ટીમનો વેસ્ટઈન્ડિઝ સામે ટી૨૦ શ્રેણીમાં ૩-૨થી પરાજય ટી૨૦ સિરીઝમાં શુભમન ગિલ સૌથી વધુ વખત સિંગલ ડિજિટમાં આઉટ થનારો પ્રથમ ભારતીય

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 14, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતીય ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામેની ૫ મેચની ટી૨૦ સિરીઝમાં ૩-૨થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝની પ્રથમ ૨ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી અને પછીની ૨ મેચ જીતીને સિરીઝ બરોબરી કરી લીધી હતી, પરંતુ છેલ્લી મેચ વેસ્ટ ઇન્ડીઝ ટીમે ૮ વિકેટથી જીતીને સિરીઝ કબજે કરી લીધી હતી. આ ટી૨૦ સિરીઝમાં ભારતીય ટીમના ઓપનિંગ બેટ્‌સમેન શુભમન ગિલના નામે એક અનિચ્છનીય અને શરમજનક રેકોર્ડ નોંધાયો હતો.શુભમન ગિલ માટે વેસ્ટ ઈન્ડિઝનો આ પ્રવાસ કઈ ખાસ રહ્યો ન હતો. ટી૨૦ સિરીઝની પાંચ મેચમાં તે માત્ર એક જ વખત પોતાની ઇનિંગમાં ડબલ ફિગર પાર કરી શક્યો હતો.

    આ ટી૨૦ સિરીઝમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી શાનદાર પ્રદર્શન તિલક વર્મા અને કુલદીપ યાદવનું હતું.શુભમન ગિલ ૫મી ટી૨૦ મેચમાં માત્ર ૯ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તે પ્રથમ ત્રણ ઇનિંગ્સમાં ૩, ૭ અને ૬ રન બનાવીને આઉટ થયો હતો. આ ટી૨૦ સિરીઝની ચોથી મેચમાં ગિલે ૭૭ રનની ઇનિંગ રમી હતી. દ્વિપક્ષીય ટી૨૦ સિરીઝમાં શુભમન ગિલ હવે સૌથી વધુ વખત સિંગલ ડિજિટમાં પેવેલિયન પરત ફરવાના મામલે પ્રથમ સ્થાને આવી ગયો છે. આ પહેલા આ રેકોર્ડ કેએલ રાહુલના નામે હતો, જે વર્ષ ૨૦૨૧માં ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં ત્રણ વખત સિંગલ ડિજિટના સ્કોર પર આઉટ થયો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    T20 World Cup 2026: ટિકિટ કેવી રીતે બુક કરવી અને તેની કિંમત કેટલી છે તે જાણો

    December 12, 2025

    T20I Series 2025: અભિષેક શર્માનો ધમાકો, વર્ષમાં 50 છગ્ગા પૂરા કર્યા

    December 12, 2025

    T20 World Cup 2026: ટિકિટનું વેચાણ શરૂ, પ્રવેશ 100 રૂપિયાથી શરૂ

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.