પાકિસ્તાની આતંકવાદી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ અને ‘લશ્કર-એ-તૈયબા’ સ્વતંત્રતા દિવસ પર દેશમાં મોટા હુમલાનું ષડયંત્ર રચી રહ્યા રહ્યા છે. સૈન્ય અડ્ડા અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોને તેઓ ટાર્ગેટ કરી શકે છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે, દિલ્હી આતંકવાદીઓનું પ્રથમ લક્ષ્ય છે એટલા માટે સુરક્ષા વધારી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિભિન ગુપ્તચર ઈનપુટથી મળેલી આ માહિતી બાદ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
ગુપ્તચર એજન્સીઓને એવા ઈનપુટ મળ્યા છે કે, આતંકવાદી સંગઠન ૭૭માં સ્વતંત્રતા દિવસ પર દેશમાં હુમલો કરી શકે છે.
તેમનો પ્રથમ ટાર્ગેટ જાહેર સ્થળ અને લશ્કરી અડ્ડા હશે.ફેબ્રુઆરીમાં ગુપ્તચર એજન્સીઓને દિલ્હી અને તેની આસપાસના સંવેદનશીલ વિસ્તારમાં હુમલાના ઈનપુટ મળ્યા હતા. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા પ્રમાણે મે ૨૦૨૩ના રોજ જારી કરાયેલ વીડિયોમાં કાશ્મીરના એક્ટિવિસ્ટે દાવો કર્યો હતો કે, જૈશ ભારતના શહેરોમાં હુમલાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ વચ્ચે રવિવારે પંજાબ પોલીસે ૩ લોકોની ધરપકડ કરી તેમની પાસેથી પિસ્તોલ જપ્ત કરી આતંકી મોડ્યૂલનો પર્દાફાશ કરી દીધો હતો. પંજાબના પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે જણાવ્યું કે, જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેઓ ચેક ગણરાજ્યમાં રહી રહેલા ગુરુદેવ સિંહના સાથી છે. ગુરુદેવ કેનેડામાં રહી રહેલા લખબીર સિંહનો નજીકનો વ્યક્તિ છે.