હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ પાકિસ્તાની મહિલા સીમા હૈદરે રબુપુરા સ્થિત પોતાના ઘર પર તિરંગો લહેરાવ્યો છે. આ દરમિયાન તેમનો પતિ સચિન અને એડવોકેટ એ.પી.સિંહ પણ હાજર રહ્યા હતા. આ સાથે જ સીમાએ ‘પાકિસ્તાન મુર્દાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. સીમાએ પોતાના ઘરે તિરંગો લહેરાવીને ભારત માતા કી જય અને હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવ્યા હતા. પાકિસ્તાનના કરાચીની સીમા હૈદર વીઝા વગર નેપાળના રસ્તે પોતાના ચાર બાળકો સાથે ગ્રેટર નોઈડાના રબુપુરામાં રહેતા સચિનના ઘરે આવી ગઈ છે. પોલીસે બંનેને ગેરકાયદેસર રીતે ભારત આવવા બદલ જેલમાં મોકલી દીધા હતા. હાલ બંને જામીન પર બહાર છે અને રબુપુરામાં રહી રહ્યા છે.
સતત હેડલાઈન્સમાં હોવાના કારણે સચિનનો પરિવાર કામ પર જઈ શકતો નથી જેના કારણે તેઓ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ તેમની આ સમસ્યાને ધ્યાનમાં રાખી મેરઠના રહેવાસી નિર્માતા અમિત જાનીએ તેમને મદદની ઓફર કરી હતી અને સીમા હૈદરને તેમની એક ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી છે.
પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર અને સચિનને રબૂપૂરા સ્થિત ઘર પર એક પત્ર પહોંચ્યો હતો. જેમાં ગુજરાતના એક ઉદ્યોગપતિએ તેમને નોકરીની ઓફર કરી હતી. આ ઓફરમાં સીમા અને સચિનને દર મહિને ૫૦-૫૦ હજારની નોકરીની ઓફર આપવામાં આવી હતી.