Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»રશિયા- યુક્રેન વચ્ચે ૧૮ મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ જારી ખેરસોનમાં રશિયાનો અંધાધૂધ ગોળીબારઃ નવજાત સહિત સાતનાં મોત
    WORLD

    રશિયા- યુક્રેન વચ્ચે ૧૮ મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ જારી ખેરસોનમાં રશિયાનો અંધાધૂધ ગોળીબારઃ નવજાત સહિત સાતનાં મોત

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 14, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રશિયા અને યુક્રેન વચ્ચે ૧૮ મહિના કરતાં પણ વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં બંને દેશો એકબીજા સામે વર્ચસ્વ વેળવવા માટે પોતા-પોતાની રણનીતિઓનું ઝડપી રીતે અમલ કરી રહ્યા છે. આ દરમિયાન ખેરસોનમાં રશિયાના ગોળીબારમાં એક નવજાત સહિત સાત લોકોએ જીવ ગુમાવી દીધા હતા. ખેરસોન ક્ષેત્રના એક સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે અહીં હુમલામાં ૨૩ દિવસના બાળક અને તેના ૧૨ વર્ષના ભાઈ સાથે તેના માતા-પિતા માર્યા ગયા હતા.તેમણે ટેલિગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે આજે ખેરસોનથી મળેલા અહેવાલો ખરેખર હચમચાવી મૂકે તેવા હતા.

    એક ૨૩ દિવસની નવજાત સોફિયા, તેનો ૧૨ વર્ષનો ભાઈ આર્ટેમ અને તેમના માતા પિતા રશિયાના ગોળીબારમાં માર્યા ગયા. ઉલ્લેખનીય છે કે સ્ટેનિસ્લાવ ગામમાં એક ખ્રિસ્તી ધર્મગુરુ સહિત બે લોકો માર્યા ગયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ખાર્કિવના કુપિયાંસ્કમાંથી ૩૬ બાળકો સહિત ૧૧૧ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.ખાર્કિવ ક્ષેત્રના સૈન્યના વડા ઓલેહ સિનિહુબોવે જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં કુપિયાંસ્ક જિલ્લામાંથી ૩૬ બાળકો અને ચાર દિવ્યાંગ લોકો સહિત ૧૧૧ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિક સત્તાવાળાઓએ ૯ ઓગસ્ટના રોજ ખાલી કરાવવાનો આદેશ જારી કર્યો હતો, ત્યારથી ૭૧ બાળકો સહિત ૨૦૪ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Pakistan Earthquake: પાકિસ્તાનમાં 4.6 ની તીવ્રતાનો ભૂકંપ, ભૂકંપના આંચકા અનુભવાયા

    May 12, 2025

    Donald Trump On Kashmir: ભારતના એતરાજ પછી ડોનાલ્ડ ટ્રમ્પના મંત્રીએ બદલ્યો અભિગમ, કશ્મીર અંગે કરી નવી ટિપ્પણી

    May 12, 2025

    PAK એ બોલાવી પરમાણુ હથિયાર અંગે નિર્ણય લેનારી ઓથોરિટીની બેઠક

    May 10, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.