PM Surya Ghar Yojana
પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને વધુ સરળ અને પ્રોત્સાહક બનાવવા માટે સરકારએ નવી અપડેટ રજૂ કરી છે. આ યોજનામાં બે નવા પેમેન્ટ મોડલ, RESCO અને ULA, ઉમેરાયા છે, જેનાથી તમે તમારી ઘરની છત પર સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી શકો છો, તે પણ એક પણ રૂપિયો ખર્ચ્યા વિના
આ યોજનાની નવી માર્ગદર્શિકા મુજબ, હવે તમે કોઈ પ્રારંભિક રોકાણ વિના પેનલ લગાવી શકો છો. RESCO મોડલ હેઠળ તૃતીય પક્ષા દ્વારા પેનલ સ્થાપિત થશે અને પેનલની સ્થાપના પછી, તમારે માત્ર ઉપયોગ મુજબ વીજળી બિલ ચૂકવવું પડશે. ULA મોડલ હેઠળ, રાજ્ય સરકાર અથવા ડિસ્કોમના નામાંકિત સંસ્થાઓ પેનલ ઇન્સ્ટોલ કરશે, અને તમને આ માટે કોઈ ખર્ચ કરવો નહીં પડે.
આ યોજનાના ભાગરૂપે, 300 યુનિટ મફત વીજળી ઉપરાંત સોલાર રૂફટોપ પેનલ માટે 2kW પર ₹30,000, 3kW પર ₹48,000 અને 3kWથી વધુ માટે ₹78,000ની સીધી સબસિડી મળશે, જે તમને તમારા સોલાર ઇન્સ્ટોલેશન ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થશે.
તમારા માટે પીએમ સૂર્ય ઘર યોજનાની નોંધણી પ્રક્રિયા સરળ છે. ઓનલાઈન અરજી માટે સત્તાવાર વેબસાઈટ https://pmsuryaghar.gov.in પર જઈને તમારી માહિતી દાખલ કરો. ઑફલાઇન નોંધણી માટે, નજીકના પોસ્ટ ઑફિસની મુલાકાત લો અને અરજી પત્રક ભરાવો.