Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»પત્ની દીપિકા કક્કરે પણ નોંધી આ વાત! પપ્પા બન્યા બાદ સંપૂર્ણ બદલાઈ ગયો છે શોએબ ઈબ્રાહિમ
    Entertainment

    પત્ની દીપિકા કક્કરે પણ નોંધી આ વાત! પપ્પા બન્યા બાદ સંપૂર્ણ બદલાઈ ગયો છે શોએબ ઈબ્રાહિમ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 14, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પહેલીવાર પિતા બનેલા શોએબ ઈબ્રાહિમે હાલ તેની આ નવી જર્નીની એક-એક ક્ષણને એન્જાેય કરી રહ્યો છે. અજૂની એક્ટરે ન્યૂ પેરેન્ટ તરીકેના તેના જીવન વિશે વાત કરી હતી અને તેને જીવનનો સૌથી સુંદર તબક્કો ગણાવ્યો હતો. આ સિવાય તેણે ડેડી ડ્યૂટી નિભાવવા વિશે વાત કરી હતી અને દીકરા સાથે રહેવાની ઈચ્છા થાય ત્યારે તે કેવી રીતે ઘરે દોડી આવે છે તે વિશે જણાવ્યું હતું. શોએબે જ્યારે તેનો દીકરો પ્રીમેચ્યોર જન્મ્યો અને થોડા દિવસ એનઆઈસીયુમાં રાખવો પડ્યો તે મુશ્કેલ સમયને પણ યાદ કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘આજકાલ તો હું જ્યાં પણ હોવ વોચ જાેયા કરું છું. મને ઘરે જવાની ઈચ્છા થાય છે. હું મારો બધો સમય મારા દીકરા સાથે પસાર કરવા માગુ છું. હકીકતમાં જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેની સાથે રહેવા માટે મેં ૧૦-૧૨ દિવસની લીવ લીધી હતી. જ્યારે અમારા શોના ૩૦૦ એપિસોડ પૂરા થયા ત્યારે હું કેક કટિંગ માટે ગયો હતો. પરંતુ મારી નજર માત્ર વોચ પર જ હતી. વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘નવી ડ્યૂટા સારી રીતે નિભાવી રહ્યો છું અને સમય પણ સારો સારી રહ્યો છે. આ નવી જર્ની સુંદર છે. સાચું કહું તો હવે મને બહાર જવાની ઈચ્છા નથી. હું માત્ર મારા દીકરા અને પરિવાર સાથે ઘરે રહેવા માગુ છું. રુહાન ઉંઘ્યા કરે છે અને હું તેની સામે જાેયા કરું છું. હું તેને થોડો પરેશાન પણ કરું છું. જ્યારે જાગે ત્યારે મારા હાથમાં લઉ છું અને આખા ઘરમાં ફરું છું. હું દીપિકા પાસેથી નવી વસ્તુઓ શીખી રહ્યો છું. અજૂનીને એક વર્ષ પૂરું થતાં દીપિકા કક્કરે સુંદર સરપ્રાઈઝ આપી હતી. તેણે સીરિયલમાં શોએબમાં ડાયલોગ ‘તેરે વાસ્તે કુછ ભી’ને થોડા ટિ્‌વસ્ટ સાથે દીકરાના વનઝી પર પ્રિન્ટ કરાવ્યું હતું અને તેને પહેરાવ્યું હતું. આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે ‘તે સુંદર સરપ્રાઈઝ હતી, જેની મેં આશા રાખી નહોતી. મને એટલી તો ખબર હતી કે તે કંઈક પ્લાન કરશે. પરંતુ રુહાનના ટીશર્ટ પર તે ડાયલોગ ક્યૂટ સરપ્રાઈઝ હતી.

    પિતા બન્યા બાદ પોતાનામાં કેવા ફેરફાર આવ્યા તેના વિશે શોએબ ઈબ્રાહિમે કહ્યું હતું કે ‘મારામાં હું જે ફેરફાર જાેઈ રહ્યું છે તેના વિશે વર્ણન કરવું મુશ્કેલ છે, પરંતુ હું તેમ કહીશ કે પિતા બનવાની લાગણી સુંદર છે. જે વાત મારા માતા-પિતા મને કહેતા હતા તે હવે હું અનુભવી શકું છું. તેઓ મારા બાળપણના દિવસોને યાદ કરીને કહેતા હતા કે ‘તને ખબર છે તું કેટલો અમને પરેશાન કરતો હતો. અમે આખી રાત તને હાથમાં લઈને ફરતા હતા’. હવે મારા માતા મારી મજાક ઉડાવે છે. દીપિકા કક્કરની પ્રીમેચ્યોર ડિલિવરી થઈ હતી અને તેથી તેના દીકરાને એનઆઈસીયુમાં રાખવામાં આવ્યો હતો. આ સમય માતા-પિતા તરીકે દીપિકા અને શોએબ માટે મુશ્કેલ હતો. આ વિશે એક્ટરે કહ્યું કે ‘પહેલું અઠવાડિયુ વધારે કપરું હતું. ડોક્ટરના કહેવા પ્રમાણે રુહાન દોઢ મહિના વહેલા જન્મ્યો હતો. ડિલિવરી ઓછામાં ઓછા ૩૮ અઠવાડિયે થવી જાેઈએ અને ૪૦ અઠવાડિયા ફુલ પ્રેગ્નેન્સી ટર્મ છે. શરૂઆતનું એક અઠવાડિયું અઘરું હતું. પરંતુ ડોક્ટરો અમને શાંત રાખતા હતા અને ચિંતા ન કરવા માટે કહેતા હતા. પરંતુ તેને એ સ્થિતિમાં અમે જાેઈ શકતા નહોતા. પરંતુ હંમેશા એ આશા રહેતી હતી કે તે ઠીક થઈ જશે. મને થતું હતું કે, ભગવાને અમને રુહાન આપ્યો છે તો તેઓ જ તેની સંભાળ રાખશે. તે આજે ફિટ છે. આ બધાના આશીર્વાદથી થયું છે. લોકો અત્યારથી તેને આશીર્વાદ અને પ્રાર્થના આપી રહ્યા છે’.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Ram Kapoor વિરુદ્ધ કાર્યવાહી: અપશબ્દ અને યૌન ટિપ્પણીઓનો વિવાદ

    June 24, 2025

    Sohail Khan and Seema Sajdeh Divorce: સોહેલ ખાન અને સીમા સજદેહના છૂટાછેડા કેમ થયા?

    June 24, 2025

    Kapil sharma show : સલમાન ખાનનો જબરજસ્ત એન્ટ્રી અને મજેદાર ખુલાસા

    June 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.