Zomato
Zomato: ભારતના કેટલાક શહેરોમાં તેની 15 મિનિટની ફૂડ ડિલિવરી સેવા શરૂ કરી છે. જો કે કંપનીએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ એપ પર ’15 મિનિટ ફૂડ ડિલિવરી’ ટેબ દ્વારા એ સ્પષ્ટ થઈ ગયું છે કે Zomato આ ક્ષેત્રમાં સ્પર્ધા વધારવાની તૈયારી કરી રહ્યું છે. આ પગલું ફૂડ ડિલિવરી માર્કેટમાં ખાસ કરીને સ્વિગી, બોલ્ટ, મેજિકપિન અને ઝેપ્ટો જેવા ઝોમેટોના હરીફો માટે મોટા ફેરફારો લાવી શકે છે.
Zomatoનું આ પગલું ફૂડ ડિલિવરી સેક્ટરમાં નવો વળાંક લાવી શકે છે, અને Swiggy, Zepto, Magicpin જેવી કંપનીઓ માટે પડકાર વધારી શકે છે. હાલમાં આ સેવા મુંબઈ અને બેંગ્લોર જેવા કેટલાક પસંદગીના શહેરોમાં શરૂ કરવામાં આવી છે.
ઝોમેટોની ક્વિક કોમર્સ કંપની બ્લિંકિટ હવે ‘બિસ્ટ્રો’ લોન્ચ કરવા જઈ રહી છે, જે મિનિટોમાં તાજા જ્યુસ, નાસ્તા અને અન્ય ખોરાક પહોંચાડવાનું વચન આપે છે. તે જ સમયે, સ્વિગીએ ઓક્ટોબર 2024 માં તેની બોલ્ટ સેવા શરૂ કરી, અને Zepto પણ ‘Zepto Cafe’ હેઠળ અલ્ટ્રા-ફાસ્ટ ફૂડ ડિલિવરી સેવા શરૂ કરવા જઈ રહી છે.
ઓલાએ તેની 10-મિનિટની ફૂડ ડિલિવરી સેવા Ola Dash પણ શરૂ કરી છે, જે હાલમાં બેંગલુરુમાં કાર્યરત છે. રિલાયન્સે Jio Mart હેઠળ 30 મિનિટથી પણ ઓછા સમયમાં ડિલિવરી સેવા શરૂ કરી છે. Myntra 30 મિનિટની ડિલિવરી સેવા લાવવાની પણ યોજના બનાવી રહી છે.