Rules
Gratuity Rules: 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ રજૂ થનારા બજેટમાં ખાનગી અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે. ટ્રેડ યુનિયનોના સૂચનોને સ્વીકારીને કેન્દ્ર સરકારે ગ્રેચ્યુઈટી ગણતરીના નિયમોમાં ફેરફાર કરવાનું વિચાર્યું છે, જેના કારણે કર્મચારીઓ નિવૃત્તિ પછી અથવા 5 વર્ષ સુધી સતત કામ કર્યા પછી વધુ ગ્રેચ્યુઈટી મેળવી શકશે.
સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને વર્ષમાં 15 દિવસના પગારને બદલે એક મહિનાના પગારમાં ગ્રેચ્યુઈટી ચૂકવણીની ગણતરી વધારવાની માંગ કરી છે. આ ઉપરાંત, આ સંગઠનોએ ગ્રેચ્યુઈટી પેમેન્ટ માટે મહત્તમ 20 લાખ રૂપિયાની મર્યાદાને દૂર કરવાની પણ માંગ કરી છે, જેથી કર્મચારીઓને વધુ રકમ મળી શકે.
ગ્રેચ્યુઈટી, જે કર્મચારીને તેની સેવાઓના પુરસ્કાર તરીકે આપવામાં આવે છે, તે કંપની છોડતી વખતે અથવા નિવૃત્તિ સમયે એકસાથે ચૂકવણી તરીકે આપવામાં આવે છે. ગ્રેચ્યુટીની ગણતરી માટેનું સૂત્ર નીચે મુજબ છે:
જેમાં 15 દિવસના પગારના આધારે ગ્રેચ્યુટી ચૂકવવામાં આવે છે અને આ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને સરકાર ગ્રેચ્યુટીના નિયમોમાં સુધારો કરવા વિચારી રહી છે.