Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ફેન્સ સાથે ધોનીનો જાેવા મળ્યો મસ્તીભર્યો અંદાજ
    India

    ફેન્સ સાથે ધોનીનો જાેવા મળ્યો મસ્તીભર્યો અંદાજ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 11, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ૧૬મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) ને પોતાની કેપ્ટનશીપ હેઠળ વિજેતા બનાવ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોની રાંચીમાં તેના ઘરે તેના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. આ દરમિયાન ધોનીના કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં તે તેના ફેન્સ સાથે વાત કરતો અથવા વિન્ટેજ કાર ચલાવતો જાેવા મળે છે.IPLસીઝન પૂર્ણ થયા બાદ ધોનીના ઘૂંટણનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આ સમયે તે રિકવરીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે.

    આ દરમિયાન ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન રાંચીમાં ઘણી વખત ફરતો જાેવા મળ્યો હતો. આ દરમિયાન, જ્યારે તે ગયા અઠવાડિયે વિન્ટેજ કાર પોન્ટિયાક ફાયરબર્ડ (૧૯૭૩) ચલાવતો જાેવા મળ્યો હતો, ત્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. હવે ધોનીનો એક ફેન સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેની સાથે વાત કરતો જાેવા મળી રહ્યો છે. આ વીડિયોમાં ધોની તેની કારમાં બેઠો છે. બીજી તરફ, જ્યારે બાઇક પર આવેલા બે ફેન્સ તેના વિક્ટરી સાઇન સાથે ફોટો લેવા માટે વિનંતી કરી, ત્યારે ધોનીએ તરત જ તેમને સહમતિ વ્યક્ત કરી હતી. દરમિયાન ધોની કારની પેસેન્જર સીટ પર બેઠો હતો.IPL ૧૬મી સીઝનમાં કેપ્ટન તરીકે મહેન્દ્ર સિંહ ધોનીનું શાનદાર પ્રદર્શન જાેવા મળ્યું હતું. ઘૂંટણની સમસ્યા હોવા છતાં ધોનીએ એક પણ મેચ ચૂકી ન હતી અને તે તમામ મેચમાં કેપ્ટનશિપ કરી હતી અને અંતે ટીમને વિજેતા બનાવી હતી. હવે વર્ષ ૨૦૨૪માં યોજાનારી ૈંઁન્ સીઝનમાં ધોનીના રમવાની આશા ઘણી વધી ગઈ છે. તેના ઘૂંટણનું ઓપરેશન સંપૂર્ણ રીતે સફળ થયા બાદ એવું માનવામાં આવે છે કે તે આગામી સીઝનમાં પણ ચેન્નઈની કેપ્ટનશીપ કરતો જાેવા મળી શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Electricity Futures: બજારમાં નક્કી થશે વીજળીના ભાવ! NSE 11 જુલાઈથી લાવશે ‘ઈલેક્ટ્રિસિટી ફ્યુચર્સ’, જાણો કેવી રીતે થશે ફાયદો

    June 28, 2025

    Shubhanshu Shukla ISS Mission: શુભાંશુ શુક્લાનો અંતરિક્ષ પ્રવાસ: ISS પહોંચવાનું ટાઈમ, મિશનની અવધિ અને સફળતાની ખાસ વાતો

    June 25, 2025

    DGCA Action on Air India: એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના બાદ DGCA નું કડક પગલું

    June 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.