Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»જામનગરમાં ૨૦ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો જામનગરમાં ૨૦ લાખની લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો
    Gujarat

    જામનગરમાં ૨૦ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો જામનગરમાં ૨૦ લાખની લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો

    Shukhabar DeskBy Shukhabar DeskJune 23, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રંગપર ગામ પાસેથી બે દિવસ પહેલાં એક યુવાનને લૂટી લેવામાં આવ્યો હોવાનું પ્રકરણ સામે આવ્યું હતું, જેના પરથી પોલીસે પડદો ઉચકી નાખ્યો છે અને ફરિયાદી ખુદ લૂંટારૂ હોવાનું સાબિત થયું છે પોતાના ઉપર દેણું વધી ગયું હોવાથી આ પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી છે. આ મામલે જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રંગપર ગામમાં રહેતો અને ખેત ઉત્પાદનની વસ્તુઓનું લે-વેચનું કમિશનથી કામ કરતો અવેશ ખીરા નામનો યુવાન કે જેણે પોતાની આંખમાં બે લૂંટારોએ આવીને મરચાની ભૂકી નાખી ૨૦ લાખની રકમ લઈને ભાગી છૂટ્યા હોવાની ફરિયાદ મેઘપર-પડાણાં પોલીસ મથકમાં નોંધાવી હતી.
    તેમણે જણાવ્યું કે, યુવકની ફરિયાદના આધારે જામનગરની એલસીબી, એસઓજી અને મેઘપર પડાણા પોલીસ સ્ટેશનની ટીમ સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી. આખરે ફરિયાદીની ઉલટ તપાસ કરતાં જાતે જ લૂંટારૂ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસથી વધુ પૂછપરછ દરમિયાન પોતાને ખેડૂતના બિયારણના લેતી દેતીના પૈસા ચૂકવવાના બાકી હતા, જેથી પ્લાન જાતે જ બનાવ્યો હોવાનું કબૂલ્યું હતું. જે રોકડ રકમ લઈને રસ્તે આવ્યા પછી આંખના બહારના ભાગે મરચાની ભૂકી છાંટી દીધી હતી. ત્યારબાદ આંખની અંદર નુકસાન ન થાય તે રીતે ભૂકી છાંટી હોવાનું કબૂલી લીધું. ત્યારબાદ હાથમાં રહેલો રોકડ રકમ ભરેલો થેલો કે જેનો પટ્ટો તોડી નાખ્યો હતો અને થેલાને નજીકના વિસ્તારમાં જમીનમાં દાટી દીધો હતો. જે તપાસ પછી પોલીસ તે સ્થળે પહોંચી હતી અને ખાડો ખોદાવતાં તેની અંદરથી તમામ રોકડ રકમ મળી આવી હતી. તપાસના આખરે લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને ફરિયાદીની અટકાયત કરી લેવામાં આવી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025

      Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.