ડોન ફિલ્મની ફ્રેન્ચાઈઝીમાંથી શાહરૂખ ખાન આઉટ થયો છે અને રણવીર સિંહની એન્ટ્રી થઈ છે. બુધવારે જ ફરહાન અખ્તરે જાહેરાત કરી હતી કે, રણવીર સિંહ નવો ડોન બનશે. ‘ડોન ૩’માં રણવીર સિંહ લીડ રોલ કરવાનો હોવાનું જાણીને લોકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી હતી. સોશિયલ મીડિયા પર અમુક લોકોએ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો તો અસંખ્ય લોકોએ ટિપ્પણી કરીને કહ્યું હતું કે, રણવીર સિંહ ડોન તરીકે જામતો નથી. આ તરફ રણવીર સિંહ તો પોતાની જ દુનિયામાં મસ્ત છે. તેણે પોતાના બાળપણની તસવીરો શેર કરતાં આ ફિલ્મને બાળપણનું સપનું સાકાર થવા સમાન ગણાવી છે. તેણે લખ્યું, હું ખૂબ લાંબા સમયથી આ પાત્ર ભજવવાનું સપનું સેવીને બેઠો હતો. બાળપણમાં હું ફિલ્મોના પ્રેમમાં પડ્યો ત્યારે તમારા સૌની જેમ હું પણ હિન્દી સિનેમાના બે ય્.ર્ં.છ.્ અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનના પ્રેમમાં હતો. મેં મોટા થઈને તેમના જેવા બનવાનું સપનું જાેયું હતું.
મારે હિન્દી ફિલ્મોના હીરો બનવું હતું તેનું કારણ જ આ બંને છે. આ બંનેનો મારા જીવન પર જે પ્રભાવ છે તેને વર્ણવવો મુશ્કેલ છે. મારા વ્યક્તિત્વ અને અભિનયને તેમણે આકાર આપ્યો છે. તેમની લેગસીને આગળ લઈ જતાં હું મારું બાળપણનું સપનું સાકાર કરી રહ્યો છું. ડોનનો ભાગ હોવું જવાબદારીભર્યું છે એ હું સમજું છું. મને આશા છે કે, લોકો મને એક તક આપશે અને મેં અગાઉ ભજવેલા પાત્રોને જે પ્રેમ આપ્યો છે તેવો પ્રેમ આ વખતે પણ આપશે. ફરહાન અને રિતેશ મારા પર ભરોસો કરવા માટે આભાર. તમારા વિશ્વાસ પર હું ખરો ઊતરી શકું તેવી આશા છે. બિગ બી અને શાહરૂખ ખાન તમને ગર્વ અપાવી શકું તેવી આશા છે. મારા વહાલા દર્શકો હંમેશાની જેમ તમને વચન આપું છું કે ડોન બનીને હું તમને મનોરંજન પૂરું પાડવા મારું શ્રેષ્ઠ આપીશ. તમારા પ્રેમ માટે આભાર”, તેમ નોટના અંતે રણવીર સિંહે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ‘ડોન ૩’નું ડાયરેક્શન ફરહાન અખ્તર કરશે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૪માં શરૂ થશે અને ફિલ્મ ૨૦૨૫માં રિલીઝ થશે. ફિલ્મમાં કિયારા અડવાણી રણવીર સિંહ સાથે જાેવા મળશે તેવી ચર્ચા હાલ જાેરશોરથી ચાલી રહી છે. જાેકે, ફીમેલ લીડ કોણ હશે તેનો કોઈ ખુલાસો હજી મેકર્સે કર્યો નથી.