હાઈકોર્ટની સૂચના મુજબ અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ નવી ઢોર નિયંત્રણ પોલિસી બનાવાઈ છે. પોલિસીમાં જરૂરી સૂચનો સાથેની દરખાસ્ત સ્થાયી સમિતિ થકી સામાન્ય સભાની મંજૂરી માગવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના સૂચનોમાં મુખ્યત્વે રખડતા પશુઓના કારણે મૃતકના પરિજનોને રૂપિયા ૫ લાખનું વળતર અને ઇજાગ્રસ્તને ૫૦ હજારના વળતરનું સૂચન કરાયું છે. એક જ પશુ મલિક ત્રીજી વખત ગુનો કરે તો બિન જામીનપાત્ર ગુનો અને ઢોરવાડા કાયમી બંધ કરવાનું સૂચન પણ કરાયું છે.
બીજીતરફ જાહેરમાં ઘાસ વેચતા લોકો સામે જાહેરનામા ભંગ, પશુઓ સાથે ભાગતી બાઈકર્સ ગેંગ સામે કાયદાકીય કાર્યવાહી, ઢોર પાર્ટીની મુવમેન્ટના મેસેજ કરનાર પશુ પાલકો સામે સાયબર ક્રાઈમ વિભાગ થકી ફરિયાદનું સૂચન કરાયું છે. મહત્વની બાબત એ છે કે રખડતા ઢોરને કારણે મૃતકના પરિવારજનોને રૂ. ૫ લાખ અને ઇજાગ્રસ્તને રૂ. ૫૦ હજારના વળતરની વસૂલાત પશુપાલક પાસેથી કરવાની જાેગવાઈનું સૂચન કરાયું છે.બીજીતરફ રખડતા પશુના આતંક મામલે અમિત ચાવડાએ રાજ્ય સરકાર અને કોર્પોરેશન સામે આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે- મૃતકને વળતર આપવું તે પૂરતું નથી. આવી ઘટનાઓ રોકવી જાેઈએ. સરકારને લોકોના જીવની ચિંતા નથી.