છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. ગાંધીનગરમાં ૨૧ વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હાર્ટ એટેક આવવાના મુખ્ય કારણો વિશે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલીએ ફ્ફને જણાવ્યું હતું કે, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું સેવન પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
જ્યારે યુવાનોને હાર્ટ એટેક આવવા પાછળના કારણોમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં તનાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધી ગયુ છે જે હાર્ટ ઍટેકનો મુખ્ય કારણ છે. કોરોના સ્પેશિયાલિસ્ટ અને એમડી ડોક્ટર મયંક ઠક્કરે જણાવ્યું હતું કે, લાંબો સમય કોરોના ચાલ્યો હોય તો લોહી ઘટ રહેતું હોય એવું બને તો હાર્ટ એટેક આવી શકે. અથવા વધુ પડતું ક્ષમતા બહારનું વર્ક કરો તો પણ હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી રહે છે આનું એક જ સોલ્યુશન છે. છ કે બાર મહિને રિપોર્ટ કરાવી હેલ્થ ચેકઅપ કરતું રહેવું પડે. જેમાં ચરબીનું પ્રમાણ લોહીની ઘટ છે કે નહીં તે જાેતું રહેવું પડે. રિપોર્ટ કરવાતું રહેવું તેની જાગૃતતા આવી ખૂબ જ જરૂરી છે.