બોલિવૂડના કિંગ ખાન હંમેશા એની પર્સનલ લાઇફ અને પ્રોફેશનલ લાઇફને લઇને ચર્ચામાં રહેતા હોય છે. શાહરુખ ખાન, દિપીકા પાદુકોણ અને જાેન અબ્રાહ્મ સ્ટારર ફિલ્મ પઠાન આ વર્ષની પહેલી ફિલ્મ હતી જેને બોક્સ ઓફિસ પર ધમાકેદાર કલેક્શન કર્યુ હતુ. આ વર્ષ કિંગ ખાનની બીજી પણ ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે. આ દિવસોમાં શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ રિલીઝ થવાની છે. આ દિવસોમાં શાહરુખ અને નયનતારા અપકમિંગ ફિલ્મ જવાનને લઇને ઘણાં ચર્ચામાં રહેતા હોય છે. સોશિયલ મિડીયામાં આ ફિલ્મનું બીજુ ગીત લીક થઇ ગયુ છે જેમાં નયનતારા અને શાહરુખ ખાન સાથે ડાન્સ કરતા જાેવા મળી રહ્યા છે. શાહરુખ ખાનની આ ફિલ્મને લઇને અનેક નવી-નવી અપડેટ આવતી રહે છે. ફિલ્મ જવાનનું પહેલી ગીત જિંદા બંદા હાલમાં રિલીઝ થયુ હતુ. જાે કે આ સોન્ગ રિલીઝ થતાની સાથે વાયરલ થયુ હતુ. હવે ફિલ્મ જવાનને બીજા ગીતની શૂટિંગ ક્લિપ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યુ છે. આ વાયરલ વિડીયોમાં શાહરુખ ખાન અને નયનતારા સાથે ડાન્સ કરતા જાેવા મળી રહ્યા છે.
આ રોમેન્ટિક સોન્ગની ક્લિપની રિલીઝને લઇને લોકોમાં ઘણાં એક્સાઇટેડ જાેવા મળી રહ્યા છે. જવાનના બીજા ગીતનું નામ દિલ તેરે સંગ જાેડિયા છે. આ ગીતમાં અરજિત સિંહનો અવાજ છે. શાહરુખ ખાન આ ગીતમાં નયનતારા સાથે રોમાન્સ કરતો નજરે પડી રહ્યો છે. જાે કે આ રોમાન્સ દર્શકોને ખૂબ પસંદ પડશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. શાહરુખમાં જવાન મુવીમાં કંઇક અલગ અંદાજમાં જાેવા મળી રહ્યો છે. જાે કે આ વિડીયોમાં સ્પષ્ જાેવા મળી રહ્યુ નથી પરંતુ ફરાહ ખાનનો અવાજ સંભાળાઇ રહ્યો છે જેમાં ઇન્સ્ટ્રેક્શન આપી રહ્યા છે. માનવામાં આવે છે કે આ ગીતને ફરાહ ખાને કોરિયોગ્રાફ કર્યુ છે. નોંધનીય છે કે શાહરુખ ખાનની સાથે નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા લીડ રોલમાં જાેવા મળશે. જવાનમાં દિપીકા પાદુકોણનું સ્પેશયલ એપીયરન્સ જાેવા મળશે. ટ્રેલરમાં દિપીકાના ઝલક જાેવા મળી હતી.