બિગ બોસ ઓટીટી ૨ના ઘરમાંથી હાલમાં જ બહાર થયેલા એક્ટર અવિનાશ સચદેવે શફક નાઝ સાથેની ડેટિંગની અફવાઓ પર જવાબ આપ્યો છે. અવિનાશ અને એક્ટ્રેસ ફલક નાઝ વચ્ચે ‘બિગ બોસ ઓટીટી ૨’ના ઘરમાં નિકટતા વધી હતી. જે બાદ ચર્ચા શરૂ થઈ હતી કે, અવિનાશ ફલકની બહેન શફકને પણ ડેટ કરી ચૂક્યો છે. હવે આ મુદ્દે અવિનાશે મૌન તોડ્યું છે. શફક સાથેના સંબંધની વાતને ખોટી ગણાવતાં અવિનાશે કહ્યું, “આ પ્રકારની વાતો ક્યારેય છુપી રહી શકે તેમ નથી, મીડિયાએ ચોક્કસ લખી હશે. વાત કરતાં અવિનાશ સચદેવે લિંકઅપની અફવાઓ વિશે કહ્યું, હા, મેં પણ આ વિશે આજે જ સાંભળ્યું. અમારી ઈન્ડસ્ટ્રીમાં કંઈ છુપું રહી શકે તેમ નથી. જાે મેં શફક નાઝને ડેટ કરી હોત તો આ ખબરો બહાર આવી જ હોત. કારણકે એ સમયે મેં ‘છોટી બહુ’નું શૂટિંગ પૂરું કર્યું હતું અને રૂબિના દિલૈક સાથેનું બ્રેકઅપ પણ તાજું હતું. જાે આવું કંઈ હોત તો તમને લાગે છે કે, આ ન્યૂઝને બહાર આવતાં કોઈ રોકી શક્યું હોત. આ વાત બહાર આવત જ અને મોટાપાયે ફેલાઈ હોત. અમારી વચ્ચે એવું કંઈ નહોતું. અમે એક સરસ શો સાથે કર્યો હતો અને આઉટડોર શૂટ પણ સારું રહ્યું હતું. અમે શૂટિંગ માટે ૨૦ દિવસ મહાબળેશ્વરમાં રોકાયા હતા. શૂટિંગનો અનુભવ પણ ખૂબ સરસ હતો. અમારી વચ્ચે સારું બોન્ડ થયું હતું, એનાથી વિશેષ કંઈ નહોતું.
આનાથી વધુ કંઈ થયું પણ નથી”, તેમ અવિનાશે વધુમાં જણાવ્યું. છોટી બહુ’ સીરિયલના એક્ટર અવિનાશ સચદેવે ફલક નાઝ સાથેની મુલાકાત અંગે પણ વાત કરી છે. ફલક નાઝ માટે અવિનાશના મનમાં કૂણી લાગણીઓ ફૂટી છે. તેણે જણાવ્યું કે, ફલકના ઘરે તે અને જેદ ડિનર માટે ગયા હતા. “જેદ દુબઈ જવાનો છે એટલે એ પહેલા અમે ડિનર માટે ફલકના ઘરે ભેગા થયા હતા. અમે તેના પરિવાર સાથે પણ મુલાકાત કરી. તેના કઝિન્સ પણ એ વખતે હાજર હતા. મેં અને ફલકે એકબીજા સાથે જરૂરી વાતો પણ કરી હતી. મને આનંદ છે કે, અમારા બંનેના વિચારો સરખા છે. ઉલ્લેખનીય છે કે, ‘બિગ બોસ ઓટીટી ૨’ હવે તેના અંત તરફ આગળ વધી રહ્યું છે. ૧૪ ઓગસ્ટે શોનું ગ્રાન્ડ ફિનાલે યોજાશે. હાલ શોમાં ત્રણ ફાઈનલિસ્ટ છે- પૂજા ભટ્ટ, બેબીકા ધ્રુવે અને અભિષેક મલ્હાન.