ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના સંચાલનના સમયમાં ફેરફાર કરવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા તકનિકી કારણોસર ટ્રેન નંબર ૨૦૯૨૮ / ૨૦૯૨૭ ભુજ – પાલનપુર -ભુજ ઇન્ટરસિટી એક્સપ્રેસ ને ૮ ઓગસ્ટ થી ૭ સપ્ટેમ્બર સુધી રદ કરવાનો ર્નિણય લીધો છે. તેમજ ટ્રેન નંબર ૧૯૪૦૫/૧૯૪૦૬ ગાંધીધામ – પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનનો સંચાલન સમય બદલવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
• ટ્રેન નંબર ૨૦૯૨૮/૨૦૯૨૭ ભુજ-પાલનપુર-ભુજ ઇન્ટરસિટી એક્સપ્રેસ ૦૮ ઓગસ્ટ ૨૦૨૩ થી ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી રદ રહેશે.
• ટ્રેન નંબર ૧૯૪૦૬ ગાંધીધામ – પાલનપુર એક્સપ્રેસ ૦૮ ઓગસ્ટ ૨૦૨૩ થી ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી ગાંધીધામથી ૦૬ઃ૦૦ કલાકને બદલે ૦૮ઃ૧૦ કલાકે ઉપડશે અને ૧૨ઃ૩૦ કલાક ના બદલે ૧૪ઃ૫૦ કલાકે પાલનપુર પહોંચશે. તેવી જ રીતે, રૂટ પરના તમામ સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં આવશે.
• ટ્રેન નંબર ૧૯૪૦૫ પાલનપુર – ગાંધીધામ એક્સપ્રેસ ૦૮ ઓગસ્ટ ૨૦૨૩ થી ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી પાલનપુરથી ૧૮ઃ૦૫ કલાકને બદલે ૧૫ઃ૪૦ કલાકે ઉપડશે અને ૦૦ઃ૫૦ કલાક ના બદલે ૨૨ઃ૨૦ કલાકે ગાંધીધામ પહોંચશે. તેવી જ રીતે, રૂટ પરના તમામ સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર રહેશે.
૧૦ ઓગસ્ટથી સાબરમતી-પાટણ ડેમુ સ્પેશ્યલ ટ્રેનના સંચાલન સમયમાં ફેરફાર. જેમાં સાબરમતીથી નિર્ધારિત સમયથી ૧૦ મિનિટ વહેલા ઉપડશે ટ્રેન.પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને સમયની પાબંદી સુધારવા માટે ટ્રેન નંબર ૦૯૩૬૯ સાબરમતી પાટણ ડેમુ સ્પેશ્યલ ટ્રેનના સંચાલન સમયમાં આંશિક ફેરફાર કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.ટ્રેન નંબર ૦૯૩૬૯ સાબરમતી-પાટણ ડેમુ સ્પેશ્યલ ટ્રેન ૧૦ ઓગસ્ટ ૨૦૨૩ થી સાબરમતી થી નિર્ધારિત સમય ૦૯ઃ૧૫ ના બદલે ૦૯ઃ૦૫ વાગ્યે ઉપડશે અને ૧૧ઃ૪૫ ના બદલે ૧૧ઃ૩૫ વાગ્યે પાટણ પહોંચશે. તદનુસાર, રૂટ પરના તમામ સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર થશે.