Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઓનલાઇન ભેંસ ખરીદવા જતા પશુપાલક છેતરાયો પંજાબની ભેંસ ખરીદવા જતા પશુપાલકે સવા લાખ રુપિયા ગુમાવ્યા
    India

    ઓનલાઇન ભેંસ ખરીદવા જતા પશુપાલક છેતરાયો પંજાબની ભેંસ ખરીદવા જતા પશુપાલકે સવા લાખ રુપિયા ગુમાવ્યા

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 9, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભેંસોની ખરીદી પણ સોશિયલ મીડિયા સાઈટ પર એકાઉન્ટ જાેઈને કરવા જતા એક પશુપાલકે છેતરાઈ જવુ પડ્યુ છે. વાત જાણે એમ છે કે, મોડાસાના કઉ મોતીપુરા ગામના એક પશુપાલક સોશિયલ મીડિયા સાઈટ પર જાેઈને ભેંસો ખરીદવા માટે આકર્ષાયા હતા. તેઓ ભેંસોના ફોટા ઓનલાઈન જાેઈને તેને ખરીદવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ ઓનલાઈન ઠગે છેતરપિંડી આચરી હતી અને જેને લઈ હવે મોડાસા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાઈ છે.ઘટના બાદ હવે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા તપાસની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. ફોન નંબર અને વ્હોટસએપ દ્વારા દર્શાવવામા આવેલ આધારકાર્ડ સહિતની વિગતો આધારે પોલીસે તપાસ શરુ કરી છે. ઓનલાઈન પૈસા મંગાવ્યા હોય એ એકાઉન્ટની પણ તપાસ હાથ ધરવા અને તેમાં જમા થયેલ રકમને પણ સ્ટોપ કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.

    ફકીર મંહમદ વણઝારાએ ફેસબુક પર લક્ષ્મી ડેરી નામનુ એકાઉન્ટ જાેયુ હતુ. જેને લઈ તેઓએ પંજાબની ભેંસ ખરીદવા માટે ઈચ્છા ફેસબુક વડે દર્શાવી હતી અને નંબરની આપ-લે ત્યાર બાદ થઈ હતી. નંબર મળ્યા બાદ વ્હોટસએપ દ્વારા ચેટિંગ શરુ કરવામાં આવ્યુ હતુ. જેમાં આરોપી શખ્શે પોતાની ઓળખ સુશોન ગાંગુલી હોવાનુ દર્શાવ્યુ હતુ અને આ પ્રકારનુ આધારકાર્ડ પણ દર્શાવ્યુ હતુ.આધારકાર્ડને જાેઈ વિશ્વાસ લાગતા પશુપાલક ફકીર મંહમંદે વાતચીત આગળ વધારી હતી. જેમાં ગાંગુલીએ તેમની પાસેથી ટોકન રુપે ૧૦ હજાર રુપિયાની રકમ મંગાવી હતી. જેને ફકીર મહમંદે ઓનલાઈન ચૂકવી આપી હતી. વાત આગળ વધારતા પંજાબી ભેંસ ખરીદી સુધી પહોંચી હતી અને પંજાબથી ભેંસોને રવાના કરવામાં આવી હોવાનો સંદેશો પણ પાઠવ્યો હતો.

    પશુપાલકે ભેંસની ખરીદી કરી હોવાને લઈ તેની ડિલિવરી કરવા માટે થઈને રાજસ્થાન રાજ્યમાં થઈને શામળાજી બોર્ડર થઈ ભેંસ મોડાસા પહોંચનારી હોવાનુ બતાવ્યુ હતુ. આ અંગેની વાતચિત અને સંદેશાઓ પણ સમયે સમયે આરોપી ગાંગુલી કરતો રહેતો હતો. સાથે જ તે ટૂકડે ટૂકડે પૈસા પણ વસૂલતો રહેતો હતો. પરંતુ ભેંસ શામળાજી બોર્ડરે પહોંચવાની વાત કર્યા બાદ ફોન બંધ કરી દેતા જ ફકીર મહંમદને ધ્રાસ્કો પડ્યો હતો. મોડાસા ડીવાયએસપી કેજે ચૌધરીએ બતાવ્યુ હતુ કે, આ મામલામાં ફરિયાદ નોંધવામાં આવી છે અને સાયબર ક્રાઈમ ટીમ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. જે આધારકાર્ડ અને ફોન નંબર સામે આવ્યા છે તેના મારફતે આરોપીને ઝડપવા માટેની તજવીજ શરુ કરી છે. બેંકમાં પૈસા જમા થયા છે, તેની પણ તપાસ શરુ કરવામાં આવી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Taiwan China tension news:તાઇવાન સંરક્ષણ મંત્રાલય અપડેટ

    July 2, 2025

    Waterfalls near Varanasi:વારાણસીથી 100 કિમીની અંદરના પર્યટન સ્થળ

    July 1, 2025

    Sawan Mehndi Design:સાવન માટે 6 સુંદર અને સરળ અરબી મહેંદી ડિઝાઈન્સ

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.