અમદાવાદમાં મેયર કિરીટ પરમારના વોર્ડમાં લોકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને વિરોધ નોંધાવ્યો છે. ફરિયાદ નિવારણ વોર્ડ સભા કાર્યક્રમમાં રહીશોએ હાય હાયના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત ટીપી-૬૫ ખોલવાના મુદ્દે મનપા વ્હાલા દવલાની નીતિ અપનાવતું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. કેટલાય વર્ષથી ચાલતા કામથી કંટાળી રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે વિરોધની જાણ થતાં મેયર કિરીટ પરમાર કાર્યક્રમમાં પહોંચ્યા નહોતા.
એક તરફ મેયરના વિસ્તારમાં મેયરનો વિરોધ અને બીજી તરફ ફરિયાદ નિવારણ કેન્દ્રમાં પણ લોકોને ઉડાવ જવાબ મળી રહ્યો હોવાના લોકોએ આરોપ લગાવ્યા છે. ફરિયાદ નિવારણ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય રહીશોની સમસ્યાનો ઉકેલ લાવવા માટેનો છે. પરંતુ ઠક્કરબાપા નગરના નિવારણ કેન્દ્રમાં અમુક રહીશો ફરિયાદ જ ન લેવાતી હોવાનો આરોપ લગાવી રહ્યા છે.
