અમેરિકાનો પૂર્વ વિસ્તાર ભારે વિનાશક તોફાનના સપાટામાં આવી ગયો છે. જેના કારણે ન્યૂયોર્કથી લઈને અલાબામા રાજ્યમાં ૧૦ લાખ ઘરો અને વ્યવસાયોમાં વીજ પૂરવરઠો ખોરવાયો છે. ભારે તોફાનના કારણે હજારો ફ્લાઈટો પણ રદ કરવી પડી છે. લગભગ પાંચ કરોડ લોકો આ તોફાનથી પ્રભાવિત થયા છે.
ફાયર બ્રિગેડના સૂત્રોનુ કહેવુ હતુ કે, મંગળવારે સવાર સુધીમાં નોર્થ કેરોલિનામાં એક લાખ, પેન્સિલવેનિયામાં ૯૫૦૦૦, મેરીલેન્ડમાં ૬૪૦૦૦ લોકો અંધારપટનો સામનો કરી રહ્યા છે. ૧૦૦૦ જેટલી ફ્લાઈટો લેટ છે.
આ તોફાનના કારણે સાઉથ કેરોલિનામાં ૧૫ વર્ષના કિશોર તેમજ ફ્લોરેન્સમાં ૨૮ વર્ષના એક વ્યક્તિનુ મોત થયુ છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે, આ યુવકની વીજળી પડવાથી મોત થયુ છે અને અમેરિકામાં આવી ઘટના જવેલ્લે જ જાેવા મળતી હોય છે.
આ તોફાન છેલ્લા કેટલાક વર્ષોનુ સૌથી શક્તિશાળી તોફાન પૈકીનુ એક હતુ.
હવામાન વિભાગે વોશિંગ્ટન શહેરમાં પાંચમા લેવલ સુધીનો એલર્ટ જાહેર કર્યો હતો. આમ છતા હવામાન વિભાગનુ કહેવુ છે કે, તોફાનથી જેટલુ નુકસાન થવાનો અંદાજ હતો તેના કરતા ઓછુ નુકસાન થયુ છે.