ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ૫ મેચની ટી૨૦સિરીઝ રમી રહી છે. આ સિરીઝની ૩ મેચ રમાઈ ચુકી છે.
ત્રીજી ટી૨૦ મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને ૭ વિકેટે હરાવ્યું હતું. આ હર બાદ પણ વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૨-૧ સાથે લીડમાં છે. હવે સિરીઝની ચોથી મેચ ૧૨ ઓગસ્ટે રમાશે પરંતુ તે વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે નહીં.
ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં આખી સિરીઝ નહી રમે. આ સિરીઝની બે ટી૨૦ મેચ અમેરિકાના ફ્લોરિડાના લોડરહિલમાં રમાશે. ટી૨૦ સીરીઝની પ્રથમ બે મેચમાં ભારતનો પરાજય થયો હતો, ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ ગુયાનામાં ૭ વિકેટે જીત મેળવીને સીરીઝમાં વાપસી કરી હતી.
ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની ૩ મેચની વનડે સિરીઝમાં ૨-૧થી જીત મેળવી હતી. સિરીઝની પ્રથમ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ ૫ વિકેટે જીત મેળવી હતી. આ પછી બીજી વનડે બાર્બાડોસમાં જ રમાઈ હતી, જે વેસ્ટ ઈન્ડિઝે ૬ વિકેટે જીતી હતી. ત્રિનિદાદમાં રમાયેલી ત્રીજી વનડેમાં ભારતે ૨૦૦ રનના વિશાળ અંતરથી સિરીઝ જીતી લીધી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને ૨ મેચની ટેસ્ટ સિરીઝમાં ૧-૦થી હરાવ્યું હતું. સિરીઝની પ્રથમ મેચ ડોમિનિકામાં રમાઈ હતી જે ભારતે એક ઇનિંગ અને ૧૪૧ રને જીતી હતી. વરસાદ અને ખરાબ હવામાનને કારણે બીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.ો