Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»બેંગલુરૂમાં સાફ ગેમ્સ દરમિયાન માહોલ તંગ બન્યો સાફ ગેમ્સની ભારત-પાકિસ્તાન મેચમાં મેદાન પર બબાલ થઈ
    India

    બેંગલુરૂમાં સાફ ગેમ્સ દરમિયાન માહોલ તંગ બન્યો સાફ ગેમ્સની ભારત-પાકિસ્તાન મેચમાં મેદાન પર બબાલ થઈ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 22, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વિશ્વના બે કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાન જ્યારે કોઈપણ રમતમાં એકબીજા સામે રમતા હોય ત્યારે ટીમના પ્રદર્શની સાથે સાથે બીજુ ઘણુ બધુ પણ જાેવા મળતુ હોય છે તેમજ માહોલ હંમૈશા ગરમ રહેતો હોય છે. આવુ જ કંઈક ગઈકાલે બેંગલુરુમાં જાેવા મળ્યુ હતું જ્યા ફુટબોલના એક મેચમાં બંને ટીમો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને થોડીવાર માટે વાતાવરણ ખુબ જ ગરમાગરમીવાળુ બની ગયુ હતું.
    બેંગલુરુમાં ગઈકાલે સાફચેમ્પિયનશિપની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી જેમા ભારતે પાકિસ્તાનને ૪-૦થી હરાવ્યું હતું. જાે કે મેચ તેના પહેલા હાફના અંતિમ ક્ષણોમાં હતી અને જ્યારે ભારત પાકિસ્તાનથી ૨-૦થી આગળ હતું ત્યારે મેચમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઉગ્ર બોલાચાલીનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ વીડિયોમાં પાકિસ્તાનના ખેલાડીઓ ભારતીય કોચ સાથે બોલાચાલી કરતા દેખાઈ છે.
    પાકિસ્તાની ડિફેન્ડર અબ્દુલ્લા ઈકબાલ થ્રો ઈન કરતા હતા ત્યારે જ ભારતના મુખ્ય કોચ તેની નજીક ગયા અને બોલને નીચે પાડી દઈને થ્રો કરતા અટકાવ્યો હતો. જે બાદ બંને ટીમો વચ્ચે ભારે હંગામો થયો હતો. પાકિસ્તાની ખેલાડીઓને ભારતના કોચ પર આક્રમક બનતા જાેઈને ભારતીય ખેલાડીઓ ક્યાં ચૂપ બેસવાના હતા અને તરત જ કોચના બચાવ કરવા માટે ઢાલ બનીને પાકિસ્તાની ખેલાડીઓથી કોચને અલગ કર્યા હતા. આ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી અને ઘર્ષણ પણ જાેવા મળી હતી. બંને ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે ઉગ્રબોલાચાલી કરી હતી. થોડીવાર માટે વાતાવરણ તંગ બની ગયુ હતું. જાે કે રેફરી આવી પહોંચતા મામલો શાંત પડ્યો હતો.
    રમતના ગમે તે સ્તરે આવી ઉગ્ર બોલાચાલી કે હંગામાને સહન કરવું એ એક પ્રકારનું પ્રોત્સાહન આપવા જેવું છે અને તેમા પણ આ તો એક સાફચેમ્પિયનશિપની મેચ હતી જેમા માત્ર ભારત અને પાકિસ્તાન જ નહીં પણ અન્ય ૮ દેશોની ટીમો રમી રહી છે એટલે સજા મળે તે સ્વાભાવિક છે. મેચમાં બોલાચાલી બાદ ભારતના હેડ કોચને રેડ કાર્ડ અને પાકિસ્તાનના કોચને યલો કાર્ડ બતાવવામાં આવ્યુ હતું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Drinking Poisonous Liquor: અમૃતસરમાં ઝેરી દારૂનો કહેર: 14 લોકોનાં મોત, 5 ગામોમાં હડકંપ

    May 13, 2025

    India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન DGMO વચ્ચે આજે મહત્વપૂર્ણ વાતચીત, ભારત આપશે કડક સંદેશ-સીઝફાયરનું ઉલ્લંઘન ન થવું જોઈએ

    May 12, 2025

    Jammu Police દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર, લોકોને સતર્ક રહેવાની અપીલ

    May 10, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.