Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ATM પર દર મહિને કેટલા ફ્રી ટ્રાન્ઝેક્શન થઈ શકે? પેનલ્ટીના નામે ૫ વર્ષમાં ગ્રાહકો પાસેથી ૩૫,૬૦૦ કરોડ ખંખેર્યા
    India

    ATM પર દર મહિને કેટલા ફ્રી ટ્રાન્ઝેક્શન થઈ શકે? પેનલ્ટીના નામે ૫ વર્ષમાં ગ્રાહકો પાસેથી ૩૫,૬૦૦ કરોડ ખંખેર્યા

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 9, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતમાં બેન્કો સર્વિસ ચાર્જિસ તરીકે દર વર્ષે તગડી કમાણી કરી છે જે સંસદમાં રજુ થયેલા આંકડા પરથી સાબિત થાય છે. રાજ્યસભામાં આજે રાજ્યકક્ષાના નાણામંત્રીએ જણાવ્યું હતું કે ૨૦૧૮થી અત્યાર સુધીમાં, એટલે કે છેલ્લા પાંચ વર્ષોમાં બેન્કોએ ગ્રાહકો પાસેથી ૩૫,૫૮૭ કરોડ રૂપિયા જુદા જુદા સર્વિસ ચાર્જ અને પેનલ્ટી તરીકે વસુલ્યા છે. તેમાંથી ૨૧,૦૪૪ કરોડ રૂપિયા તો મિનિમમ બેલેન્સ ન રાખવાના કારણે નોન-મેન્ટેનન્સ ચાર્જ તરીકે વસુલવામાં આવ્યા છે. બેન્કોમાં તમે દરેક ક્વાર્ટરમાં મિનિમમ બેલેન્સ ન રાખો, ATM વધારાના ટ્રાન્ઝેક્શન કરો અથવા SMS સર્વિસ મેળવો ત્યારે દરેક વખતે બેન્કોને તેમાં કમાણી થાય છે. મોટી સરકારી અને પ્રાઈવેટ બેન્કોએ પાંચ વર્ષના સમયગાળામાં ગ્રાહકો પાસેથી ૩૫,૫૮૭ કરોડ રૂપિયા મેળવ્યા છે. તેમાં પણ મોટી કોમર્શિયલ બેન્કો આવા ચાર્જિસ વસુલવામાં સૌથી આગળ છે. છેલ્લા પાંચ વર્ષની અંદર બેન્કોએ મિનિમમ બેલેન્સ ન રાખવાના કારણે જે પેનલ્ટી વસુલી તેની રકમ ૨૧,૦૦૦ કરોડ રૂપિયા કરતા પણ વધારે છે તેમ સરકારે સંસદમાં જણાવ્યું છે. રાજ્યકક્ષાના નાણામંત્રી ભગત કરાડે એક પ્રશ્નના જવાબમાં આ જણાવ્યું હતું. બેન્કો દ્વારા વસુલવામાં આવતો ઉંચો સર્વિસ ચાર્જ એક મહત્ત્વનો મુદ્દો છે અને તે અંગે સરકાર સમક્ષ ઘણી ફરિયાદો પણ આવી છે. આ ઉપરાંત સરકારી માલિકીની બેન્કો તથા એક્સિસ બેન્ક, HDFC બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક,ICICI બેન્ક વગેરે પ્રાઈવેટ બેન્કોએ વધારાના ATM ટ્રાન્ઝેક્શન માટે ૮,૨૮૯.૩૨ કરોડની વસુલાત કરી હતી. આ ઉપરાંત SMS સર્વિસ પૂરી પાડવા માટે છેલ્લા પાંચ વર્ષમાં ગ્રાહકો પાસેથી ૬,૨૫૪ કરોડની વસુલી કરવામાં આવી છે.

    મંત્રીએ જણાવ્યું કે બેન્કો દ્વારા વસુલવામાં આવતા સર્વિસ ચાર્જિસને રેગ્યુલેટ કરવા માટે RBI ૧ જુલાઈ ૨૦૧૫ના રોજ માસ્ટર સર્ક્‌યુલર લાવી હતી. તે પ્રમાણે બેન્કોને સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન જાળવતા ગ્રાહકો પાસેથી પેનલ્ટી નક્કી કરવાનો અધિકાર છે, પરંતુ તે વાજબી હોવી જાેઈએ. આ પેનલ્ટી સર્વિસ પૂરી પાડવાના એવરેજ કોસ્ટ જેટલી ન હોવી જાેઈએ. આ ઉપરાંત એસએમએસ મોકલવાના ચાર્જ પણ વાજબી રાખવા માટે આરબીઆઈએ બેન્કોને સલાહ આપી છે. RBI ના ૨૦૨૧ના પરિપત્ર પ્રમાણે બેન્કના ગ્રાહકો પોતાની બેન્કના ATMથી દર મહિને પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ ઉપરાંત બીજી બેન્કોના છ્‌સ્માંથી પણ તેઓ ચોક્કસ સંખ્યામાં ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. મેટ્રો શહેરોમાં આવા ત્રણ ટ્રાન્ઝેક્શન અને નોન-મેટ્રોમાં પાંચ ટ્રાન્ઝેક્શનની લિમિટ છે. ત્યાર પછીATM થી રૂપિયા ઉપાડવામાં આવે તો દરેક ટ્રાન્ઝેક્શન દીઠ વધુમાં વધુ ૨૧ રૂપિયા ઉપરાંત સર્વિસ ટેક્સ લાગે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Operation Sindoor: ભારત-પાક બોર્ડર પર તણાવ વચ્ચે પંજાબ પોલીસએ જવાનોની છુટ્ટી રદ કરી, ‘આકસ્મિક ડ્યુટી માટે તૈયાર રહો’ કહ્યું

    May 8, 2025

    Manoj Narvane On Operation Sindoor: ઓપરેશન સિંદૂર બાદ પૂર્વ આર્મી ચીફ મનોજ નર્વણેએ પાકિસ્તાનને આપ્યું મોટું ટેન્શન

    May 7, 2025

    Rahul Gandhi એ સેના પર ગૌરવ વ્યક્ત કર્યો, ઓવૈસીએ કહ્યું – આતંકવાદીઓને આ રીતે ખતમ કરવા જોઈએ

    May 7, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.