સુહાના ખાન એક એક્ટ્રેસથી પહેલા એક ફેશનિસ્ટ પણ છે, જેને ઇન્સ્ટગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે. સુહાના ખાને લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ ફોટોશૂટ ખાસ છે કારણકે એને બંગલાની બાલ્કનીમાં ઉભા થઇને હોટ પોઝ આપ્યા હતા. આ બ્લુ સાડીમાં સુહાના સુપર હોટ લાગી રહી હતી. સુહાનાની આ તસવીરો હાલમાં ખૂબ વાયરલ થઇ રહી છે. સુહાનાની બ્લુ સાડી અર્પિતા મહેતાએ ડિઝાઇન કરી છે. આ સાડી સુહાનને ખૂબ સુંદર લાગી રહી છે. દોસ્તોની સાથે સુહાના આલિયા કશ્યપની એન્ગેજમેન્ટ પાર્ટીમાં હાજરી આપી હતી. જાે કે સુહાનાએ બાલ્કનીમાં ઉભા-ઉભા એકથી એકથી ચઢિયાતા પોઝ આપીને લોકોની બોલતી બંધ કરી દીધી છે. સુહાના ખાનની સાડી એટલી સુંદર છે કે એક વારમાં જાેતાની સાથે ગમી જાય છે. સુહાનાએ આ સાડીની સાથે મેક અપ કરીને લુક કમ્પ્લીટ કર્યો છે. આ સાથે ચાંદ આકારના ઝુમકા અને ચાંલ્લાને કારણે સુહાનાનો લુક વધારે હોટ લાગી રહ્યો છે. આ તસવીરોને અત્યાર સુધીમાં ૫ લાખથી વધારે લાઇક્સ મળી ચુક્યા છે. આ તસવીરોમાં તમે સુહાના પર ફિદા થઇ જશો.
આમ પણ વાત કરવામાં આવે તો સુહાનાનું એકથી એક ડ્રેસિંગ બહુ જાેરદાર હોય છે. કોઇ વાર કુલ તો કોઇ વાર હોટ લુકથી ફેન્સને ઘાયલ કરી દેતી હોય છે. સુહાનાની તસવીરો પર ફેન્સને એકથી એક પ્રકારની કોમેન્ટ્સ કરી છે. ઘણાં બધા ફેન્સે વખાણ કર્યા છે તો અનેક લોકોએ ખરાબ કોમેન્ટ્સ કરી છે. આ બધી કોમેન્ટ્સમાં રૂમર્ડ બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદાની બહેન અને માતાની કોમેન્ટે લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. નવ્યા નવેલી નંદાએ લખ્યુ છેકે સુંદર..જ્યારે શ્વેતા બચ્ચને સુહાના ખાનને સુંદર છોકરી કહીને વખાણ કર્યા છે. સુહાના અગસ્ત્ય નંદાની ડેટિંગની અફવા ક્રિસમસ પાર્ટી દરમિયાન શરૂ થઇ હતી. આ બન્નેની કેમિસ્ટ્રીએ લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. સુહાના જલદી જાેયા અખ્તરની ફિલ્મ આર્ચીજથી ડેબ્યુ કરશે. આ ફિલ્મ અગસ્ત્ય નંદાની પણ ડેબ્યુ ફિલ્મ છે.