Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»પકડી લીધો અભિનેત્રીનો હાથ, વીડિયો વાઈરલ સિક્યોરિટી તોડી તમન્ના ભાટિયા પાસે પહોંચી ગયો ફેન
    Entertainment

    પકડી લીધો અભિનેત્રીનો હાથ, વીડિયો વાઈરલ સિક્યોરિટી તોડી તમન્ના ભાટિયા પાસે પહોંચી ગયો ફેન

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 9, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સાઉથ અને હિન્દી ફિલ્મોની અભિનેત્રી તમન્ના ભાટિયાની સ્ટ્રોંગ ફેન ફોલોઈંગ છે. ‘બાહુબલી’ થી ‘જેલર’ જેવી ફિલ્મો માટે જાણીતી તમન્ના ભાટિયાને મળવા માટે એક ચાહકે તમામ હદ વટાવી દીધી હતી. તે સિક્યોરિટી ગાર્ડનો કોર્ડન તોડીને અભિનેત્રીની નજીક પહોંચ્યો જ નહીં, પરંતુ તેનો હાથ પણ પકડી લીધો. આ દરમિયાન અભિનેત્રી પણ અચાનક ડરી ગઈ હતી. જાેકે, તરત જ સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને પકડી લીધો હતો. બીજી તરફ તમન્ના ભાટિયાએ જે રીતે ફેન્સ અને પરિસ્થિતિને હેન્ડલ કરી છે. તે જાેયા બાદ ફેન્સ તેના જાેરદાર વખાણ કરી રહ્યા છે. તમન્ના ભાટિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જ્યાં એક ફેન ફતેને મળવા માટે સિક્યોરિટી બેરિકેટ્‌સ ઓળંગીને એક્ટ્રેસની નજીક પહોંચી ગયો હતો. ફેને અભિનેત્રીનો હાથ પણ પકડી લીધો અને સેલ્ફી લેવા માટે વિનંતી કરવા લાગ્યો હતો. હાલમાં જ તમન્ના ભાટિયા એક કાર્યક્રમ માટે કેરળ પહોંચી હતી. આ વીડિયો પણ અહીંથી સામે આવ્યો છે. લગભગ ૨૦ સુરક્ષાકર્મીઓ પોલીસ અને મીડિયાકર્મીઓની વચ્ચે એક ચાહક અચાનક ધસી આવ્યો હતો.

    તેણે અભિનેત્રી સાથે હાથ મિલાવ્યા હતા. થોડી જ વારમાં સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને પકડી લીધો અને તેને લઈ ગયા હતા. જ્યારે તમન્ના ફેન્સ પર ગુસ્સે ન થઈ. ઉલટાનું તેઓએ સુરક્ષાકર્મીઓને જ રોક્યા. આ પછી અભિનેત્રીએ ફેન્સને શાંત કર્યા. તેણે ફેન સાથે હાથ મિલાવ્યો અને વ્યક્તિ સાથે સેલ્ફી પણ લીધી. એક્ટ્રેસની આ સ્ટાઈલ જાેઈને બધા તેના વખાણ કરવા લાગ્યા હતા. સુપરસ્ટાર રજનીકાન્તની સાથે તમન્ના ભાટિયા ટૂંક જ સમયમાં જેલર ફિલ્મ આવવાની છે, જેમાં મોહનલાલ, શિવ રાજકુમાર યોગી બાબુ અને જેકી શ્રોફ જેવા સ્ટાર્સ પણ જાેવા મળશે. આ ફિલ્મ ૧૦ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. જાેકે, રિલીઝ પહેલા આ ફિલ્મનું ગીત કાવાલા ઘણું પોપ્યુલર થયું હતું, જેમાં તમન્નાનું આઈટમ સોન્ગ જાેવા મળ્યું હતું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.