ગુજરાતમાં રાજ્યનાં નાના શહેરોને મેગાસીટીથી જાેડવા માટે વિવિધ હવાઇ સેવાઓ શરૂ કરવામાં આવશે. જેમાં અમદાવાદ, વડોદરાથી હવાઈ સેવા સાથે જાેડવામાં આવશે. અમદાવાદ -કેશોદ, અમદાવાદ- પોરબંદર, અમદાવાદ -અમરેલી, અમદાવાદ -રાજકોટ અને વડોદરા- ભુજ, વડોદરા- પોરબંદર, વડોદરા- કેશોદ, વડોદરા-રાજકોટ અને અમદાવાદ-ભાવનગર વચ્ચે વિમાની સેવા શરૂ કરવાનો ર્નિણય કરાયો છે.
અમદાવાદ- અંબાજી અને અમદાવાદ -સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. અત્રે જણાવીએ કે, રાજ્ય સરકારની વી જી એફ યોજના હેઠળ નવા ફ્લાઈટ ઓપરેશન શરૂ કરવા માટે ટેન્ડર બહાર પડ્યા છે.
થોડા દિવસ અગાઉ સુરત ડાયમંડ બુર્સના સભ્યોએ અમેરિકા, લંડન, સિંગાપોર, બેંગકોક માટે સાપ્તાહિક ફ્લાઇટ શરૂ કરવા માટેની કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને રજૂઆત કરી હતી. જને લઈ સુરત એરપોર્ટ પરથી દુબઈ અને હોંગકોંગ માટે ફ્લાઇટ શરૂ કરવાનો ર્નિણય લેવાયો હતો. આગામી ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિનાથી આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થઈ જશે. આ ફ્લાઇટ શરૂ થયા બાદ હીરાના વેપારીઓને મોટો ફાયદો થશે.
