સુરતમાં કાર અથડાવા મુદ્દે યુવકને બોનેટ પર બેસાડીને કાર પૂરપાટ દોડાવનાર આરોપી કાર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે. મહત્વનું છે કે, કાર ચાલકે નશાની હાલતમાં કાર ચલાવી અન્ય કાર સાથે અકસ્માત કર્યો હતો. અકસ્માત બાદ ફરિયાદી યુવકને કારના બોનેટ પર ચઢાવીને ૩ કિલોમીટર સુધી પૂર ઝડપે કાર દોડાવી હતી. અને યુવકનો જીવ જાેખમમાં મુક્યો હતો.
આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી છે. આરોપીએ પોતે દારૂના નશામાં હોવાનો પણ સ્વીકાર કર્યો છે. ત્યારે પોલીસે આરોપી દેવ ડેર સામે બે ગુના નોંધ્યા છે. જેમાં એક ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને બીજાે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નસામાં ધૂત થઈ બેફામ ડ્રાઈવ કરતા નબીરા બેખોફ બન્યા હોય તેમ વાંરવાર કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. જે વીડિયોમાં જાેઈ શકાય છે કે, નબીરાએ હીર્ટહ ગાડી નંબર GJ ૦૫ RE ૨૩૭૯ના બોનેટ પર એક વ્યક્તિને ચઢાવીને પૂર ઝડપે ગાડી હંકારી હતી. આરોપી નશાની હાલતમાં ડ્રાઈવ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. આ બનાવના પગલે પોલીસે આરોપીને દબોચી લીધો છે તેમજ સમગ્ર ઘટનાના પગલે તપાસ પણ હાથ ધરી છે. સૌથી મોટો સવાલ એ છે કે, આવા નબીરાઓની શાન ક્યારે ઠેકાણે આવશે.